પાકિસ્તાનની ‘સ્માર્ટ લોકડાઉન’ની તૈયારી! સરકારે કહ્યું- રાજ્યો સાથે વાત કર્યા બાદ નિર્ણય લઈશું
March 30, 2026
અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે મધ્ય-પૂર્વમાં ભારે સંકટ ચાલી રહ્યું છે. આ યુદ્ધના કારણે કેટલાક દેશોમાં જતો ક્રૂડ ઓઈલ, ગેસ અને જીવનજરૂરી ચીજવસ્તુઓનો સપ્લાય અટકી પડ્યો છે. આની સૌથી મોટી અસર પાકિસ્તાનમાં પડી હોય તેવા અહેવાલો સામે આવ્યા છે. પાકિસ્તાન સરકાર ‘સ્માર્ટ લોકડાઉન’ લગાવવાની તૈયારીમાં હોવાની અહેવાલો સામે આવ્યા છે. આ મામલે સરકારે પણ કહ્યું છે કે, તમામ રાજ્ય સરકારો, અધિકારીઓ સાથે વાત કર્યા બાદ, તમામના નિર્ણય જાણ્યા બાદ ‘સ્માર્ટ લોકડાઉન’ પર અંતિમ નિર્ણય લેવાશે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાનમાં ‘સ્માર્ટ લોકડાઉન’ લાદવાના અહેવાલો ચાલી રહ્યા છે અને તેનું એક નોટિફિકેશન પણ વાયરલ થઈ રહ્યું છે. હવે આ મામલે પાકિસ્તાનના સૂચના મંત્રી અત્તાઉલ્લાહ તારે ખુલાસો કરી અહેવાલોને અફવા ગણાવી છે. તેમણે એવું કહ્યું છે કે, આવી અફવાઓ પર વિશ્વાસ ન કરો. જોકે પાકિસ્તાન સરકારે એવું પણ કહ્યું છે કે, હજુ સ્માર્ટ લોકડાઉન લાગુ કરાયું નથી, પરંતુ આ મામલે રાજ્યો સરકારો અને અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ‘સ્માર્ટ લોકડાઉન નોટિફિકેશ’માં કહેવાયું છે કે, આખા દેશમાં અઠવાડિયામાં શનિવાર અને રવિવાર સંપૂર્ણ લોકડાઉન રહેશે. આ નિયમ ચોથી અને પાંચમી એપ્રિલ-2026થી લાગુ થશે. લોકડાઉન દરમિયાન તમામ દુકાનો, માર્કેટ, ફેક્ટ્રીઓ અને અન્ય કામકાજો સંપૂર્ણ બંધ રહેશે. સર્વિસ સેક્ટર પણ બંધ રહેશે. આ બંને દિવસમાં કોઈપણ લગ્ન કે જાહેર સમારંભ યોજી શકાશે નહીં. હોસ્પિટલો, દવાની દુકાનો અને જીવનજરૂરીય ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે, તેમજ એરપોર્ટ, પોર્ટ અને રેલવે સ્ટેશન પણ ખુલ્લા રહેશે. સરકારે એવું પણ નિર્ણય કર્યો છે કે, લોકડાઉન દરમિયાન શહેરો વચ્ચેના રસ્તાઓ, હાઈવે અને મોટરવે બંધ રહેશે અને વાહનચાલકો અવરજવર નહીં કરી શકે. જોકે વાયરલ નોટિફિકેશન મુજબ પબ્લિક ટ્રન્સપોર્ટેશન ચાલુ રહેશે, જેથી લોકો જરૂરીયાત મુજબ પ્રવાસ કરી શકે.

Related Articles
અમેરિકામાં એર શૉ દરમિયાન સંકલનના અભાવે 2 ફાઇટર જેટ વચ્ચે હવામાં ભયાનક ટક્કર, ચારેય ક્રૂ સભ્યો સુરક્ષિત
અમેરિકામાં એર શૉ દરમિયાન સંકલનના અભાવે 2...
May 18, 2026
ચીનમાં ભૂકંપનો કહેર: 5.2ની તીવ્રતાના આંચકા આવવાના કારણે ઇમારતો ધરાશાયી, 2 લોકોએ જીવ ગુમાવ્યા
ચીનમાં ભૂકંપનો કહેર: 5.2ની તીવ્રતાના આંચ...
May 18, 2026
ભારતે સ્થાનિક બજારમાં કિંમતો નિયંત્રિત કરવા ખાંડની નિકાસ પર મૂકેલા પ્રતિબંધથી નેપાળમાં સંકટ સર્જાયું
ભારતે સ્થાનિક બજારમાં કિંમતો નિયંત્રિત ક...
May 18, 2026
યુરેનિયમ સોંપો, વળતર નહીં મળે, સંપત્તિ અનફ્રીઝ નહીં થાય, યુએસની 5 શરતો
યુરેનિયમ સોંપો, વળતર નહીં મળે, સંપત્તિ અ...
May 18, 2026
અમેરિકા-ઈરાન વચ્ચે 5-5 ડિમાન્ડને લીધે સીઝફાયર અધ્ધરતાલ
અમેરિકા-ઈરાન વચ્ચે 5-5 ડિમાન્ડને લીધે સી...
May 17, 2026
યુક્રેનનો રશિયા પર 1000થી વધુ ડ્રોનથી હુમલો, 1 ભારતીયનું મોત
યુક્રેનનો રશિયા પર 1000થી વધુ ડ્રોનથી હુ...
May 17, 2026
Trending NEWS
અમદાવાદમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની ફીના નામે...
17 May, 2026
માલદીવ્સના દરિયામાં 5 ઈટાલિયન ડાઈવર ગાયબ, 164 ફૂટ...
16 May, 2026