Breaking News :
સોનામાં એકઝાટકે 3300 તો ચાંદીમાં 7000થી વધુનો ઉછાળો, વાયદા બજારમાં પ્રચંડ તેજી ઓડિશામાં જમીન અને મિલકત આપવાના વિરોધમાં પુત્રએ પિતા અને સાવકી માતાની કુહાડી મારી હત્યા કરી ડ્રાઈવરે કાબૂ ગુમાવતા મહારાષ્ટ્રના પંઢરપુરમાં પિકઅપ વાન કૂવામાં ખાબકી: 14 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત એન્જિનની ક્ષમતા ઘટતા અમેરિકાના મિસોરીમાં સ્કાઈડાઈવિંગ પ્લેન ક્રેશ: 12 મુસાફરોના ઘટનાસ્થળે મોત અમેરિકા-ઈરાન યુદ્ધના અંતની જાહેરાતથી વાયદા બજારમાં તેજી: સોનામાં 3300 અને ચાંદીમાં 7000 રૂપિયાનો ઉછાળો મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું: કોંગ્રેસમાં વિલયની ચર્ચા વચ્ચે શરદ પવાર જૂથના 3 નારાજ નેતાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતા

પાકિસ્તાનની સ્માર્ટ લોકડાઉનની તૈયારી! સરકારે કહ્યું- રાજ્યો સાથે વાત કર્યા બાદ નિર્ણય લઈશું

March 29, 2026

ઈસ્લામાબાદ ઃ પાકિસ્તાન સરકાર સ્માર્ટ લોકડાઉન લગાવવાની તૈયારીમાં હોવાની અહેવાલો સામે આવ્યા છે. આ મામલે સરકારે પણ કહ્યું છે કે, તમામ રાજ્ય સરકારો, અધિકારીઓ સાથે વાત કર્યા બાદ, તમામના નિર્ણય જાણ્યા બાદ સ્માર્ટ લોકડાઉન પર અંતિમ નિર્ણય લેવાશે. વાસ્તવમાં સોશિયલ મીડિયા પર પાકિસ્તાનમાં સ્માર્ટ લોકડાઉન લાદવાના અહેવાલો ચાલી રહ્યા છે અને તેનું એક નોટિફિકેશન પણ વાયરલ થઈ રહ્યું છે. હવે આ મામલે પાકિસ્તાનના સૂચના મંત્રી અત્તાઉલ્લાહ તારે ખુલાસો કરી અહેવાલોને અફવા ગણાવી છે. તેમણે એવું કહ્યું છે કે, આવી અફવાઓ પર વિશ્વાસ ન કરો. જોકે પાકિસ્તાન સરકારે એવું પણ કહ્યું છે કે, હજુ સ્માર્ટ લોકડાઉન લાગુ કરાયું નથી, પરંતુ આ મામલે રાજ્યો સરકારો અને અધિકારીઓ સાથે વાતચીત કર્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સ્માર્ટ લોકડાઉન નોટિફિકેશમાં કહેવાયું છે કે, આખા દેશમાં અઠવાડિયામાં શનિવાર અને રવિવાર સંપૂર્ણ લોકડાઉન રહેશે. આ નિયમ ચોથી અને પાંચમી એપ્રિલ-2026થી લાગુ થશે. લોકડાઉન દરમિયાન તમામ દુકાનો, માર્કેટ, ફેક્ટ્રીઓ અને અન્ય કામકાજો સંપૂર્ણ બંધ રહેશે. સર્વિસ સેક્ટર પણ બંધ રહેશે. આ બંને દિવસમાં કોઈપણ લગ્ન કે જાહેર સમારંભ યોજી શકાશે નહીં. હોસ્પિટલો, દવાની દુકાનો અને જીવનજરૂરીય ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે, તેમજ એરપોર્ટ, પોર્ટ અને રેલવે સ્ટેશન પણ ખુલ્લા રહેશે. સરકારે એવું પણ નિર્ણય કર્યો છે કે, લોકડાઉન દરમિયાન શહેરો વચ્ચેના રસ્તાઓ, હાઈવે અને મોટરવે બંધ રહેશે અને વાહનચાલકો અવરજવર નહીં કરી શકે.