Breaking News :
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત ફીફા વર્લ્ડ કપમાં સ્પેનનું દમદાર પરફોર્મન્સ, સેમિ ફાઈનલમાં ફ્રાન્સને 2-0થી કચડી ફાઈનલમાં એન્ટ્રી ઉડ્ડયન મંત્રીએ ધોલેરા વિમાનમથક પ્રોજેક્ટની સમીક્ષા કરી : ઉડાનપટ્ટી અને નિયંત્રણ ટાવરનું કામ 100 ટકા પૂરું નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા

પંજાબ પોલીસે વધુ એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી, ISI- ખાલિસ્તાની સમર્થકને મોકલતો હતો ગુપ્ત માહિતી

June 03, 2025

ભારત-પાકિસ્તાનની તંગદિલી વચ્ચે દેશમાં આતંકવાદ વિરોધી તપાસ અને જાસૂસોને પકડવાની કવાયત મોટાપાયે હાથ ધરાઈ છે. જેમાં પંજાબ પોલીસે વધુ એક પાકિસ્તાની જાસૂસની ધરપકડ કરી છે.  કાઉન્ટર ઈન્ટેલિજન્સ પંજાબ પાસેથી મળેલી સૂચનાના આધારે તરનતારન પોલીસે એક સંયુક્ત અભિયાનમાં ગગનદીપ સિંહ ઉર્ફ ગગન નામના શખસની ધરપકડ કરી છે.  મળેલી માહિતી અનુસાર, ધરપકડ કરવામાં આવેલો આરોપી ગગન પાકિસ્તાન ISI અને ખાલિસ્તાન સમર્થક ગોપાલ સિંહ ચાવલાના સંપર્કમાં હતો. ઓપરેશન સિંદૂર દરમિયાન સેનાની ગતિવિધિઓ સંબંધિત સંવેદનશીલ માહિતી આપતો હતો. તે સેનામાં તૈનાતી, સેના સંબંધિત ગતિવિધિઓ અને અન્ય ગુપ્ત માહિતી પણ પાકિસ્તાનના ISI સુધી પહોંચાડતો હતો. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ગગનદીપ સિંહ છેલ્લા પાંચ વર્ષથી પાકિસ્તાન સ્થિત ખાલિસ્તાન સમર્થક ગોપાલ સિંહ ચાવલાના સંપર્કમાં હતો. જેના માધ્યમથી પાકિસ્તાનના ઈન્ટેલિજન્સ ઓફિસર્સને મળ્યો હતો. અને પાકિસ્તાન માટે ભારતની જાસૂસી કરતો હતો. ગગનદીપને પાકિસ્તાન ઈન્ટેલિજન્સ ઓફિસર્સ પાસેથી પૈસા પણ મળતાં હતાં. ગગનદીપ PIO ને ભારતીય સેનાની ગુપ્ત માહિતી મોકલતો હતો. જેના માટે એક મોબાઈલ ફોન આપવામાં આવ્યો હતો. તે 20થી વધુ ISIના સંપર્કમાં હતો. પોલીસે આ સંદર્ભે તપાસ હાથ ધરી તેની ધરપકડ કરી હતી. આરોપી વિરૂદ્ધ તરનતારન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પંજાબ પોલીસના ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું.