Breaking News :
અમેરિકાના કેલિફોર્નિયામાં બોગસ વોટિંગ મામલે બે ભારતીય નાગરિકો સહત 28 ગ્રીન કાર્ડધારકો સામે ફોજદારી કેસ ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માતાજીની પલ્લીમાં લાખો ભક્તોનું ઘોડાપૂર, રસ્તાઓ પર ઘીની નદીઓ વહી દિલ્હીના દ્વારકામાં આજે 221 ફૂટ રાવણ દહન, રાષ્ટ્રપતિ મુર્મૂ અને PM મોદી સહિત દિગ્ગજો હાજર રહેશે પાલનપુર-ડીસા હાઈવે પર અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતાં પતિ-પત્ની સહિત ત્રણના મોત, ચાલક ફરાર દિલ્હીમાં SIR વિરોધમાં CJPને ઝટકો, આશુતોષ રાંકા અને સૌરવ દાસની કસ્ટડી વધી, કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાયો અલ્બાનિયાની તિરાનામાં વડાપ્રધાન એડી રામાની સામે લોકોનો આક્રોશ ફાટ્યો, સુપ્રીમ કોર્ટ સળગાવી, મંત્રાલયોમાં તોડફોડ કરી

દેહરાદૂન એક્સપ્રેસ વે પર આબેહૂબ રોડના પેઇન્ટિંગને સાચો રસ્તો સમજી ડ્રાઈવરે ટ્રક દિવાલમાં ઘુસાડી દીધી

October 20, 2026

ઉત્તરાખંડના દેહરાદૂન નજીક દિલ્હી-દેહરાદૂન એક્સપ્રેસવે પર એક અત્યંત વિચિત્ર અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. અહીં માર્ગના સૌંદર્યકરણના ભાગરૂપે દીવાલ પર દોરવામાં આવેલું આબેહૂબ થ્રી-ડી પેઇન્ટિંગ જ એક મોટી દુર્ઘટનાનું કારણ બની ગયું. ખુલ્લા રસ્તા જેવું જ દેખાતું આ મ્યુરલ જોઈને એક કન્ટેનર ટ્રકના ચાલકને તે વાસ્તવિક માર્ગ હોવાનો ભ્રમ થયો અને તેણે પોતાની પૂરપાટ આવતી ટ્રક સીધી દીવાલ સાથે અથડાવી દીધી હતી.

ટ્રક અને દીવાલ વચ્ચેની આ ટક્કર એટલી જોરદાર હતી કે કન્ટેનરના આગળના ભાગનો સંપૂર્ણપણે કચ્ચરઘાણ નીકળી ગયો હતો. વાહનને ભારે નુકસાન પહોંચવા છતાં, આ ભયંકર ઘટનામાં સદભાગ્યે ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો અને તેનો જીવ બચી ગયો હતો.

એક્સપ્રેસવેની દીવાલ પર રસ્તો અને લેન એવી રીતે ચિતરવામાં આવ્યા હતા કે રાત્રિ હોય કે દિવસ, કોઈપણ સમયે વાહનચાલકો તેને સાચો માર્ગ જ સમજી બેસે. આ પ્રકારની કળા આંખોને આકર્ષિત કરતી હોવા છતાં, હાઈવે પર ડ્રાઇવિંગ કરતા લોકો માટે તે કેટલી જીવલેણ સાબિત થઈ શકે છે તે આ ઘટના પરથી સ્પષ્ટ થઈ ગયું છે.

હાઇવે પર રોડ-સેફ્ટીના નિયમો અને પૂરતા બેરિકેડ્સની ગેરહાજરી વચ્ચે આવા અતિ-વાસ્તવિક ચિત્રો અકસ્માતને સીધું આમંત્રણ આપે છે. આ દુર્ઘટના બાદ મુખ્ય માર્ગો પર કરવામાં આવતા આવા ભ્રામક આર્ટવર્ક અને તેનાથી ઊભા થતા જોખમો અંગે ગંભીર ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.