Breaking News :
વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ ભારત 23 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે ત્રણ T20 રમશે, શ્રેયસ ઐયર સુકાની; ગૌતમ ગંભીરના સ્થાને વીવીએસ લક્ષ્મણ રહેશે હેડ કોચ

વરસાદે પુડુચેરીમાં 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, ભારત-શ્રીલંકામાં 19નાં મોત

December 03, 2024

બંગાળની ખાડીમાં આવેલ ચક્રવાતી તોફાન ફેંગલે પુડુચેરી અને તમિલનાડુમાં ભારે તબાહી મચાવી છે. 25 નવેમ્બરે ઊભું થયેલું તોફાન 30 નવેમ્બરે પુડુચેરી પહોંચ્યું હતું. મહાબલીપુરમમાં બીચ પર 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો અને બંને રાજ્યોમાં ભારે વરસાદ થયો, ત્યારબાદ બંને રાજ્યોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી. 3ના મોતના સમાચાર છે. કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશના હવામાન પર પણ આ વાવાઝોડાની અસર થઈ હતી.

જોકે તોફાન થોડા કલાકોમાં નબળું પડી ગયું હતું, પરંતુ વાવાઝોડાની અસરને કારણે પાંચેય રાજ્યોમાં ભારે વરસાદ થયો હતો. એકલા પુડુચેરીમાં જ 24 કલાકમાં 48.4 સેમી પાણી પડ્યું, જેણે 30 વર્ષમાં એક દિવસમાં સૌથી વધુ વરસાદનો રેકોર્ડ તોડ્યો. તોફાનના કારણે ચેન્નાઈ એરપોર્ટ પણ બંધ કરવું પડ્યું હતું. ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ મોડી પડી હતી. રદ પણ કરવી પડી હતી. શાળા-કોલેજો પણ હજુ બંધ છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે વાવાઝોડાની અસર 7 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે અને વરસાદ ચાલુ રહેશે. રાજ્ય સરકારો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે