9 વર્ષથી સત્તા પર રહેલા તેલંગણાના મુખ્યમંત્રી KCRની હાર, રેવંત રેડ્ડી પણ હાર્યા

December 03, 2023

તેલંગણાની સૌથી ચર્ચાસ્પદ બેઠક કામારેડ્ડી પર BRS અને કોંગ્રેસે ગુમાવી બેઠક
BRS અને કોંગ્રેસના ઉમેદવારથી ભાજપ ઉમેદવાર 6000થી વધુ મતોથી આગળ


દિલ્હી- દેશમાં ચાર રાજ્યોના પરિણામો આજે જાહેર થયા છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં BJPને સ્પષ્ટ બહુમતિ તરફ અગ્રેસર છે. મધ્ય પ્રદેશમાં ભાજપા 150 સીટો પર વિજય તરફ આગેકૂચ કરી છે. રાજસ્થાનમાં પણ બહુમતિનો આંક પાર કરી લીધો છે. છત્તીસગઢમાં પણ ભાજપ જીતી રહી છે. જ્યારે દક્ષિણમાં તેલંગાણામાં બે વખતની વિજેતા કેસીઆરની પાર્ટીને હાર આપીને કોંગ્રેસે (Congress) સત્તા મેળવી છે. તેલંગાણામાં ભલે ભાજપને જીત ના મળી પરંતુ તેલંગાણાના સીએમ કે.ચંદ્રશેખર રાવ અને કોંગ્રેસના સીએમ પદના દાવેદર મનાતા રેવંત રેડ્ડીને મોટી હાર આપી છે. અહીં વેન્કટ રમના રેડ્ડીની જીત થઈ છે.

તેલંગાણાની કામારેડ્ડી સીટ ખૂબજ ચર્ચા સ્પદ રહી હતી. કારણ કે અહીં તેલંગાણાના વર્તમાન સીએમ કેસીઆર અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને સીએમ પદના દાવેદર રેવંત રેડ્ડી સામે ભાજપે મોટી જીત મેળવી છે. ભાજપના રમના રેડ્ડીને 66652 વોટ સાથે સૌથી આગળ રહ્યા છે. કામારેડ્ડી સીટ પરથી ભાજપના ઉમેદવાર 6741 વોટથી જીત મેળવી છે. કેસીઆરને 60 હજાર વોટ મળ્યા છે. જ્યારે રેવંત રેડ્ડીને 54916 વોટ મળ્યા છે. આમ KCRએ સત્તા, શાખ અને એકમાત્ર રાજ્યમાં પક્ષનું વર્ચસ્વ પણ ગુમાવવાનો વારો આવ્યો છે.