RCB vs GT : ગુજરાતે બેંગલુરુને હરાવ્યું, ગીલ-અર્શદ ખાન છવાયા, ભુવનેશ્વરની મહેનત એડે ગઈ
April 30, 2026
બેંગલુરુ : આઈપીએલમાં આજે ગુજરાત ટાઈટન્સનો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે 4 વિકેટે વિજય થયો છે. બેંગલુરુની ટીમ 19.2 ઓવરમાં માત્ર 155 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જેની સામે ગુજરાતની ટીમે 15.5 ઓવરમાં 6 વિકેટે 158 રન બનાવી વિજય મેળવ્યો છે. ગુજરાત તરફથી શુભમન ગીલે લડાયક બેટિંગ કરીને તો અર્શદ ખાને દમદાર બોલિંગ કરીને ટીમને વિજય અપાવ્યો છે, જ્યારે દેવેદુત પડ્ડીકલની વિસ્ફોટ બેટિંગ અને ભુવનેશ્વર કુમારની દમદાર બોલિંગ છતાં બેંગલુરુની હાર થઈ છે.
બેંગલુરુ તરફથી દેવદત્ત પડિક્કલે સૌથી વધુ 40 રન બનાવ્યા હતા, જ્યારે વિરાટ કોહલીએ 13 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી આક્રમક 28 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન રજત પાટીદારે 19 રન અને રોમારિયો શેફર્ડે 17 રન બનાવ્યા હતા, પરંતુ મધ્યક્રમના અન્ય બેટ્સમેનો ખાસ પ્રદર્શન કરી શક્યા નહોતા.
ગુજરાત તરફથી અર્શદ ખાને માત્ર 3.2 ઓવરમાં 22 રન આપીને 3 મહત્વની વિકેટ ઝડપી હતી. રાશિદ ખાને અત્યંત 4 ઓવરમાં માત્ર 19 રન આપીને 2 વિકેટ મેળવી હતી, જ્યારે જેસન હોલ્ડરે પણ 4 ઓવરમાં 29 રન આપી 2 સફળતા મેળવી હતી. મોહમ્મદ સિરાજ અને કગિસો રબાડાને 1-1 વિકેટ મળી હતી, જોકે રબાડા થોડો મોંઘો સાબિત થયો હતો અને તેણે 4 ઓવરમાં 44 રન આપ્યા હતા.
શુભમન ગિલની શાનદાર બેટિંગ
ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે શાનદાર ફોર્મ બતાવતા 18 બોલમાં 43 રન ફટકાર્યા હતા, જેમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. જોસ બટલરે આક્રમક મિજાજ જાળવી રાખી 19 બોલમાં 39 રન અને રાહુલ તિવેટીયાએ 17 બોલમાં અણનમ 27 રન ફટકારી મહત્વનું યોગદાન આપ્યું હતું. જ્યારે સાંઈ સુદર્શન 6 રન, વોશિંગ્ટન સુંદર 12 રન, એમ.શાહરુખ ખાન 8 રન, જેશન હોલ્ડર 12 રન, રાશીદ ખાને 6 બોલમાં અણનમ 7 રન નોંધાવી ટીમને વિજય અપાવ્યો છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તરફથી ભુવનેશ્વર કુમારે ઘાતક બોલિંગ પ્રદર્શન કરતા સાઈ સુદર્શન, શુભમન ગિલ અને જોસ બટલર એમ ત્રણ મહત્વની વિકેટો ઝડપી હતી. તો રોમારીયો શેફર્ડે બે વિકેટ અને શુયેશ શર્માએ એક વિકેટ ઝડપી હતી.
પોઈન્ટ ટેબલની વાત કરીએ તો ગુજરાતે અત્યાર સુધીમાં કુલ 9 મેચો રમી છે, જેમાંથી પાંચમાં વિજય અને ચારમાં હાર થઈ છે. પોઈન્ટ ટેબલમાં ગુજરાત 10 પોઈન્ટ સાથે પાંચમાં ક્રમાંકે છે. જ્યારે બેંગલુરુએ અત્યાર સુધીમાં 9 મેચ રમીને છમાં વિજય મેળવ્યો અને ત્રણ મેચ ગુમાવી છે. બેંગલુરુ 12 પોઈન્ટ સાથે બીજા ક્રમાંકે છે.
Related Articles
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત, સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત,...
Sep 26, 2026
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગોલ્ડ મેડલ, ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનની ટીમને હરાવી
Asian Games 2026 : સાતમા દિવસે ત્રીજો ગો...
Sep 26, 2026
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભારતની દીકરીઓએ ઈરાનને હરાવ્યું
કબડ્ડીમાં ટીમ ઈન્ડિયાએ જીત્યો ગોલ્ડ, ભાર...
Sep 26, 2026
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મીરાબાઈ ચાનુ ગોલ્ડ મેડલ ચૂકી ગઈ
જય મીણાએ સોફ્ટ ટેનિસમાં રચ્યો ઇતિહાસ, મી...
Sep 23, 2026
IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બનાવ્યો હેડ કોચ, ધોની સાથે મળીને બનાવશે માસ્ટર પ્લાન!
IPL 2027 પહેલા CSKએ વર્લ્ડકપના હીરોને બન...
Sep 22, 2026
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો, મહિલા ક્રિકેટ ટીમે ઇતિહાસ રચ્યો
એશિયન ગેમ્સ 2026માં ભારતે પહેલો ગોલ્ડ મે...
Sep 22, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026