અમેરિકામાં માનવ તસ્કરીના આરોપ હેઠળ ડર્ટી હેરી તરીકે જાણીતા ગુજરાતીને 20 વર્ષની સજાની ભલામણ
May 29, 2025

ગુજરાતના ડિંગુચાનું પટેલ કુટુંબ કેનેડિયન સરહદેથી ગેરકાયદે રીતે સરહદ પાર કરવા જતા ઠંડીમાં ઠૂંઠવાઈને મૃત્યુ પામ્યા હતા. માનવ તસ્કરીના આ કેસમાં ગુજરાતી મૂળના કથિત રિંગ લીડર હર્ષદ કુમાર પટેલને ફેડરલ પ્રોસિક્યુટરોએ 20 વર્ષની સજાની ભલામણ કરી છે. આ સિવાય તેને સાથ આપનારા તેના ડ્રાઈવર સ્ટીવ એન્થની શેન્ડને 11 વર્ષની સજાની ભલામણ કરવામાં આવી છે.
પ્રોસિક્યુટર્સે જણાવ્યું હતું કે, ગુજરાતી મૂળનો અમેરિકન તથા ડર્ટી હેરીના નામથી જાણીતા હર્ષદ પટેલ ભારતથી લોકોને સ્ટુડન્ટ વિઝા પર કેનેડા લાવતા હતા અને પછી ત્યાંથી અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસણખોરી કરાવતા હતા. આમ તેઓ ભારતીયોને કેનેડા લાવે ત્યાં સુધીની બધી જ પ્રક્રિયા કાયદેસરની રહેતી હતી. કેનેડાથી અમેરિકા જ ગેરકાયદે ઘૂસણખોરી કરવામાં આવતી હતી. હર્ષદ પટેલના માનવ તસ્કરીના આ કાવતરાનો ભોગ ગુજરાતના ડીંગુચાના 39 વર્ષીય જગદીશ પટેલ 35 વર્ષીય પત્ની વૈશાલી પટેલ, 11 વર્ષની પુત્રી વિહંગી અને ત્રણ વર્ષનો પુત્ર ધાર્મિક બન્યા હતા. આ તમામના ઠંડીથી ઠૂંઠવાઈને મોત થયા હતા.
રોયલ કેનેડિયન પોલીસને 19 જાન્યુઆરી 2022ના રોજ મેનીટોબા અને મિનેસોટા વચ્ચે તેમના થીજી ગયેલા મૃતદેહ મળ્યા હતા. આ દંપતિ શાળામાં શિક્ષક તરીકે કામ કરતા હતાં. બીજા ગામવાસીઓની જેમ તે પણ સારા જીવનની તલાશમાં વિદેશ જવા નીકળ્યા હતા, પરંતુ તેમને અધવચ્ચે જ મૃત્યુ મળ્યું. વકીલ માઇકલ મેકબ્રાઈટે તેની નોંધમાં જણાવ્યું હતું કે, ધાર્મિકના ચહેરાને કાતિલ બરફીલા પવનથી બચાવવા જતાં જગદીશભાઈનું મોત થયું હતું. વિહંગીએ નાના બાળક માટે કાતિલ ઠંડીનો સામનો કરવા માટે અપૂરતા કહી શકાય તેવા બૂટ અને ગ્લોવ્સ પહેર્યા હતા. જ્યારે માતા વૈશાલી વાડ પર મૃત્યુ પામેલી સ્થિતિમાં મળી આવી હતી, તે ચોક્કસપણે ઠંડીથી બચવા ત્યાં ગઈ હશે. આ સમયે નજીકનું વેધર સ્ટેશન -38 ડિગ્રી તાપમાન બતાવતું હતું.
કાતિલ ઠંડી વચ્ચે ચાલીને સરહદ વટાવવાના પ્રયાસમાં સાતને જ સફળતા મળી હતી, પરંતુ શેન્ડની વાન સુધી બે જણ જ પહોંચી શક્યા હતા. બચી ગયેલી એક મહિલાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવી પડી હતી, કારણ કે તેને હિમડંખ લાગ્યો હતો અને હાઈપોથર્મિયા થયો હતો. આ સિવાય બચી ગયેલી બીજી વ્યક્તિએ જણાવ્યું હતું કે તેણે તેના જીવનમાં ક્યારેય બરફ જોયો ન હતો. આ ઉપરાંત દાણચોરોએ તેમને પૂરતા પ્રમાણમાં ઠંડીના વસ્ત્રો ન આપતા તેમની સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. પટેલના વકીલે જણાવ્યું હતું કે તેની સામેના પુરાવા અપૂરતા છે. જ્યારે શેન્ડના વકીલે તેને 27 મહિનાની જ સજા થાય તેવી વિનંતી કરી હતી.
Related Articles
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે નવો બ્રિજ બનાવાશે, 212 કરોડ રૂપિયા મંજૂર
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હવે નવો બ્રિજ...
Jul 13, 2025
વડવાળામાં સરપંચ પર જીવલેણ હુમલો, ફાયરિંગ કરી તો બંદૂક ઝૂંટવી આરોપીઓ ફરાર
વડવાળામાં સરપંચ પર જીવલેણ હુમલો, ફાયરિંગ...
Jul 13, 2025
પ્લેન ક્રેશ - 'ભૂલથી ફ્યુલ સ્વિચ ઓફ ન થઈ શકે, ટેક્નિકલ ખામી પણ હોઇ શકે'
પ્લેન ક્રેશ - 'ભૂલથી ફ્યુલ સ્વિચ ઓફ ન થઈ...
Jul 12, 2025
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં દોષિતો વિરુદ્ધ કડક પગલા લેવાશે, સી.આર. પાટીલ
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં દોષિતો વિરુદ્ધ...
Jul 12, 2025
કચ્છ ઉત્તર ગુજરાતને જોડતો બનાસ નદી પરનો 60 વર્ષ જૂનો બ્રિજ પડું પડું, ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાયો
કચ્છ ઉત્તર ગુજરાતને જોડતો બનાસ નદી પરનો...
Jul 12, 2025
અમદાવાદ પ્લેન ક્રેશના પ્રાથમિક રિપોર્ટમાં થયેલા ખુલાસા
અમદાવાદ પ્લેન ક્રેશના પ્રાથમિક રિપોર્ટમા...
Jul 12, 2025
Trending NEWS

12 July, 2025

12 July, 2025

12 July, 2025

12 July, 2025

12 July, 2025

12 July, 2025

12 July, 2025

12 July, 2025

12 July, 2025

12 July, 2025