આગામી 3 કલાક ભારે, મુંબઇમાં ભારે વરસાદને લઇને અપાયુ રેડ એલર્ટ
September 15, 2025
મુંબઇમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે, ધોધમાર વરસાદ થતા નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા છે. સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે મુંબઇ માટે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 કલાક ભારે વરસાદ પડશે. ભારે વરસાદને લઇને હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે. મુંબઇ સાથે થાણે અને રાયગઢમાં પણ વરસાદને લઇને એલર્ટ અપાયું છે.
ભારે વરસાદને પગલે બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને હજુ સુધી આ પ્રદેશની શાળાઓ માટે રજા જાહેર કરી નથી. વિદ્યાર્થીઓ અને વાલીઓને વધુ સૂચનાઓ અને વિગતો માટે શાળા અધિકારીઓ સાથે સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવે છે. તો બીજી તરફ પુણે શહેરમાં પણ રવિવારે મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો હતો.
IMD મુંબઈ અનુસાર પુણે, રાયગઢ, અહમદનગર, બીડ અને લાતુરમાં ભારે પવન અને વાવાઝોડા સાથે મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે અને દરેકને ઘરની બહાર નીકળતા પહેલા એકવાર હવામાન અપડેટ તપાસવાની અને આજે જરૂર વગર ઘરની બહાર નીકળવાનું ટાળવાની અપીલ કરવામાં આવી છે.
IMD એ આ અઠવાડિયે મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. IMD ની આગાહી મુજબ 16 સપ્ટેમ્બરે, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં કેટલીક જગ્યાએ હળવો થી મધ્યમ વરસાદ કે ગાજવીજ સાથે કેટલાક સ્થળોએ ભારે વરસાદ થવાની સંભાવના છે.જ્યારે 15 અને 16 સપ્ટેમ્બરે કોંકણ અને ગોવા, મધ્ય, મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે.
Related Articles
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026