પુણેમાં શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરમાં ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કર્યો
September 20, 2023
સમગ્ર દેશમાં ગણેશોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં સુપ્રસિદ્ધ શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિર આવેલુ છે જ્યાં ભક્તો ભાવપૂર્વક શીશ નમાવે છે. દૂર-દૂરથી દર્શન કરવા આવે છે. આજે વહેલી સવારે પુણેમાં શ્રીમંત દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરની સામે 35,000થી વધુ મહિલાઓ એકઠી થઈ અને ગણપતિ અથર્વશીર્ષનો પાઠ કર્યો. આનું આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા ગણેશચતુર્થી ઉજવણીના ભાગરૂપે કરવામાં આવ્યું હતું.
શહેરમાં અનેક પંડાલોમાં બાપ્પાની મૂર્તિનું આગમન થઈ ગયુ છે ઢોલ તાશા અને મંત્રોચ્ચારની ગુંજ સાથે મૂર્તિઓ પંડાલોમાં સ્થાપિત કરવામાં આવી છે. સંખ્યાબંધ સોસાયટીઓમાં ગણેશ પ્રતિમા લાવવામાં આવી છે. ઢોલ નગારાંના નાદ સાથે ,ગુલાલની છોળો ઉડાડતા અને મ્યુઝિક સિસ્ટમના ધમધમાટ વચ્ચે ગણેશ પ્રતિમાઓ લાઈનસર નીકળતાં માર્ગો પર અનેરો માહોલ રચાયો હતો.
દર વર્ષની જેમ આ વર્ષે પણ મુંબઈમાં લાલબાગના રાજા, માટુંગામાં જીએસબી સેવા મંડળના ગણપતિ અને અનેક પ્રખ્યાત ગણેશ મંડળોના ગણપતિના દર્શન કરવા માટે માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળશે તેવી શક્યતા છે. આ ભીડને પહોંચી વળવા માટે જુદી જુદી સરકારી એજન્સીઓએ પોતપોતાની રીતે તૈયારીઓ આદરી દીધી છે. પરેલ-લાલબાગ વિસ્તારમાં ઉમટી પડનારા લાખો લોકો માટે આડશો, રસ્તાના ડિમાર્કેશન સહિતની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ વિસ્તારોમાં ટ્રાફિક તથા ભીડ મેનેજમેન્ટ માટે પોલીસને ફરજ પણ સોંપાઈ ચૂકી છે.
Related Articles
અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં જ દિવાળી ઉજવશે
અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અંતરિક્ષમાં...
રાજસ્થાનમાં ભયાનક અકસ્માત, બેકાબુ બસ પુલ સાથે અથડાતા પલટી, 10 મોત
રાજસ્થાનમાં ભયાનક અકસ્માત, બેકાબુ બસ પુલ...
Oct 29, 2024
માતાએ પોલીસ ફરિયાદ કરી કે, અભિનવ અરોરાને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારવાની મળી ધમકી
માતાએ પોલીસ ફરિયાદ કરી કે, અભિનવ અરોરાને...
Oct 29, 2024
બંજારા હિલ્સમાં મોમોઝ ખાવાથી મહિલાનું મોત, 50 લોકો બીમાર પડ્યા; બેની ધરપકડ
બંજારા હિલ્સમાં મોમોઝ ખાવાથી મહિલાનું મો...
Oct 29, 2024
કેરળમાં આતશબાજી દરમિયાન વિસ્ફોટથી 150 લોકો ઘાયલ
કેરળમાં આતશબાજી દરમિયાન વિસ્ફોટથી 150 લો...
Oct 29, 2024
સલમાન ખાન અને જીશાન સિદ્દીકીને ધમકી આપનાર આરોપીને નોઈડામાંથી દબોચ્યો
સલમાન ખાન અને જીશાન સિદ્દીકીને ધમકી આપના...
Oct 29, 2024
Trending NEWS
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
28 October, 2024
Oct 29, 2024