ફાઈનલમાં રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, 26 વર્ષ જૂના રેકૉર્ડની કરી બરાબરી

March 09, 2025

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા ટૂર્નામેન્ટમાં એકવાર ફરી ટોસ હારી ગયો હતો. આ દરમિયાન તેણે બ્રાયન લારાના 26 વર્ષ જૂના રેકોર્ડ સાથે બરાબરી કરી છે. આ સાથે જ નેધરલેન્ડ્સના પીટર બોરેનને પાછળ પાડી દીધો છે. 


વન-ડે ક્રિકેટમાં સૌથી વધારે ટોસ હારવાનો રેકોર્ડ વેસ્ટન્ડીઝના લારાના નામે હતો. જેણે ઓક્ટોબર 1998થી મે 1999 સુધીમાં સતત 12 ટોસ હાર્યો હતો. તો હવે રોહિતે પણ સતત 12 ટોસ હારી ગયો છે. 


રોહિતે ટોસ હારવાની શરુઆત નવેમ્બર 2023થી શરુ કરી હતી. જ્યાં તેમણે વનડે વર્લ્ડ કપ 2023માં ઓસ્ટ્રેલિયા સામે હાર્યો હતો. ત્યાર બાદથી તેમણે વનડે ક્રિકેટમાં એક પણ ટોસ જીત્યો નથી. આ દરમિયાન રોહિતે નેધરલેન્ડ્સના પીટર બોરેનનો રેકોર્ડ તોડીને આ નવો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. બોરેન માર્ચ 2011 થી ઓગસ્ટ 2013 સુધીમાં સતત 11 ટોસ હાર્યો હતો. 


જો આપણે ટોસ હારવાની વાત કરીએ, તો આ માત્ર રોહિત શર્મા પૂરતું મર્યાદિત નથી. રોહિત સતત કુલ 12 ટોસ હાર્યો છે. તો ભારતીય ટીમ અત્યાર સુધી સતત 15 ટોસ હારી ચૂકી છે. આ સાથે ભારત સતત સૌથી વધારે વનડે ક્રિકેટમાં ટોસ હારનારી ટીમ બની ગઈ છે.