રશિયાનો યુક્રેન પર મોટો હુમલો, 15 ઈમારતો પર ઝીંકી મિસાઈલ, બે બાળકો સહિત 11ના મોત, 84ને ઈજા
November 18, 2024
રશિયા છેલ્લા 24 કલાકમાં યુક્રેન પર એક-પછી-એક હુમલા કરી રહી છે. હાલમાં ક્લસ્ટર હથિયારોથી લેસ રશિયન બેલિસ્ટિક મિસાઈલ વડે ઉત્તરીય યુક્રેનના સુમી શહેરમાં મોટો હુમલો કર્યો છે. જેમાં બે બાળકો સહિત 11 લોકોએ જીવ ગુમાવ્યા છે. 84થી વધુ લોકો ઘાયલ થયા છે. સત્તાધીશોએ બચાવ કામગીરી હાથ ધરી છે.
આ હુમલામાં બે શૈક્ષણિક સંસ્થાઓ સહિત કુલ 15 ઈમારતોને નુકસાન થયુ છે. યુક્રેનનું સુમી શહેર રશિયાથી માત્ર 40 કિમીના અંતરે આવેલું છે. ઉલ્લેખનીય છે કે, રશિયાએ છેલ્લા 24 કલાકમાં યુક્રેન પર 200થી વધુ મિસાઈલો વડે હુમલાઓ કર્યા છે. આ બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને આજે 1000 દિવસ પૂરા થયા છે.
અમેરિકાએ યુક્રેનમાં તૈનાત ઉત્તર કોરિયાના સૈનિકો સામે લડવા પોતાનુ સૈન્ય યુક્રેન મોકલ્યુ છે. તેમજ લાંબા અંતરની મિસાઈલોનો ઉપયોગ કરવા પણ મંજૂરી આપે છે.અમેરિકાએ બીજી વખત યુક્રેનને રશિયાની અંદર જઈ હુમલો કરવા સક્ષમ હથિયારો ચલાવવા મંજૂરી આપી છે. બીજી તરફ ટ્રમ્પે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીત હાંસલ કરતાં જ નિવેદન આપ્યું હતું કે, તે યુક્રેનને થોડી જમીન જતી કરવા રાજી કરશે, અને બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવશે.
બીજી તરફ રશિયાને સમર્થન આપતાં ઉત્તર કોરિયાએ 1 લાખ સૈનિકોને રશિયા મોકલ્યા છે. જેઓ યુક્રેન વિરૂદ્ધ લડાઈ લડશે. અગાઉ પણ 30 હજાર સૈનિકો રશિયામાં તૈનાત કર્યા હતા.
Related Articles
'મારા શપથ પહેલા ઈઝરાયલી બંધકો મુક્ત ન કર્યા તો...' ટ્રમ્પે મધ્યપૂર્વમાં વિનાશની ધમકી ઉચ્ચારી
'મારા શપથ પહેલા ઈઝરાયલી બંધકો મુક્ત ન કર...
સીરિયા ફરી અખાડો બન્યું! અમેરિકા-તૂર્કી બળવાખોરોની પડખે, રશિયા પ્રમુખ અસદની તરફેણમાં
સીરિયા ફરી અખાડો બન્યું! અમેરિકા-તૂર્કી...
Dec 03, 2024
ઓસ્ટ્રેલિયામાં માછીમારોની બોટમાંથી 2.3 ટન કોકેઈન જપ્ત, 13 લોકોની ધરપકડ
ઓસ્ટ્રેલિયામાં માછીમારોની બોટમાંથી 2.3 ટ...
Dec 03, 2024
ચિન્મય દાસ એક મહિનો રહેશે જેલમાં! કોઇ વકીલ ન રહ્યું હાજર
ચિન્મય દાસ એક મહિનો રહેશે જેલમાં! કોઇ વક...
Dec 03, 2024
સીરિયામાં બે દિવસથી વિદ્રોહ વધતા પુતિને ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી
સીરિયામાં બે દિવસથી વિદ્રોહ વધતા પુતિને...
Dec 03, 2024
શેખ હસીનાએ દર વર્ષે 13 લાખ કરોડ રૂપિયાની ચોરી કરી... બાંગ્લાદેશ સરકારના રિપોર્ટમાં દાવો
શેખ હસીનાએ દર વર્ષે 13 લાખ કરોડ રૂપિયાની...
Dec 02, 2024
Trending NEWS
03 December, 2024
03 December, 2024
03 December, 2024
03 December, 2024
03 December, 2024
03 December, 2024
03 December, 2024
03 December, 2024
03 December, 2024
03 December, 2024
Dec 03, 2024