રશિયાનું વિમાન ગુમ થતાં હડકંપ; 50 મુસાફરો સવાર હતા, ATC સાથે સંપર્ક તૂટ્યો
July 24, 2025
રશિયામાં એક પેસેન્જર પ્લેન અચાનક ગુમ થયુ છે. જેમાં 50 લોકો સવાર હતાં. અમૂર ક્ષેત્રમાં ઉડાન ભરી રહેલી ફ્લાઈટ સાથે અચાનક સંપર્ક તૂટ્યો હોવાનું સ્થાનિક એર ટ્રાફિક કંટ્રોલે જણાવ્યું હતું. રશિયન એર ટ્રાફિક કંટ્રોલે જણાવ્યું હતું કે, 50 પેસેન્જર-ક્રૂ સભ્યોને લઈને જઈ રહેલા AN-24 પેસેન્જર પ્લેન સાથે અમુર ક્ષેત્રમાંથી સંપર્ક તૂટ્યો છે. લોકલ ઈમરજન્સી મિનિસ્ટ્રી અનુસાર, સાબેરિયાની અંગારા તરીકે ઓળખાતી એરલાઈન દ્વારા આ પ્લેન ઓપરેટ થઈ રહ્યું હતું. જે ચીનની સરહદ નજીક આવેલા અમૂર શહેરમાંથી અચાનક રડાર સ્ક્રિનમાંથી ગુમ થયુ હતું.
પ્રાદેશિક ગવર્નર વેસિલી ઓર્લોવે જણાવ્યું હતું કે, પ્રારંભિક માહિતી મુજબ આ પ્લેનમાં પાંચ બાળકો સહિત કુલ 43 પેસેન્જર સવાર હતા. તેમજ સાત ક્રૂ સભ્યો ઓન બોર્ડ હતાં. તમામ જરૂરી સુરક્ષા અને બચાળ દળને પ્લેનની શોધખોળ માટે તૈનાત કરવામાં આવ્યા છે.
આ પ્લેન તેના ડેસ્ટિનેશનની થોડા કિલોમીટર જ દૂર હતું, ત્યાં અચાનક રડારમાંથી ગુમ થયુ હતું. અંગારા એરલાઈન્સ તિંડા એરપોર્ટથી થોડા કિમી દૂરથી AN-24 નો સંપર્ક સાધવામાં નિષ્ફળ રહી હતી.
Related Articles
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડીલ રોકવા સંસદમાં બિલ લવાશે
રિપબ્લિકન સાંસદો રશિયા સાથેની ટ્રમ્પની ડ...
Oct 12, 2026
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સાઉદીનો સાથ આપ્યો તો પરિણામ ભોગવવા પડશે
પાકિસ્તાન-તૂર્કિયેને ઈરાનની મોટી ધમકી, સ...
Oct 12, 2026
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો, 2 ક્રૂ મેમ્બર્સ ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ
ઓમાનમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો,...
Oct 12, 2026
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો, પાકિસ્તાની કૉસ્ટ ગાર્ડના 13 સૈનિકો માર્યા ગયાનો દાવો
ગ્વાદરમાં BLAની બોટ આર્મીનો મોટો હુમલો,...
Oct 12, 2026
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભારતીય સહિત 13 લોકોનાં મોત
સાઉદી પર 10 વર્ષમાં સૌથી મોટો હુમલો, ભાર...
Oct 12, 2026
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સાથે ડીઝલ ડીલ બાદ ટ્રમ્પના નિવેદનથી હોબાળો
‘યુક્રેનને નવા પ્રમુખની જરૂર...’ રશિયા સ...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026