બેબી અરિહાને પાછી મોકલો', 19 પાર્ટીના 59 સાંસદોએ જર્મનીના રાજદૂતને લખ્યો પત્ર

June 03, 2023

ગુજરાતની બાળકી અરિહા શાહને પોતાના દેશ પાછી લાવવા માટે 19 અલગ અલગ રાજકીય પક્ષોના 59 સાંસદોએ જર્મનીના રાજદૂતને એક પત્ર લખ્યો છે. આ સાંસદોમાં ભાજપ, કોંગ્રેસ, ડાબેરી અને તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભાના સાંસદોનો સમાવેશ થાય છે. અરિહા શાહ 20 મહિનાથી વધુ સમયથી બર્લિનમાં ફોસ્ટર કેયરમાં રહે છે.

રાજ્યસભા અને લોકસભાના સાંસદોએ રાજદૂત ફિલિપ એકરમેનને લખેલા પત્રમાં જણાવ્યું છે કે આપણા દેશ, સંસ્કૃતિ અને પર્યાવરણ સાથે જોડાયેલી અરિહાને ભારતમાં લાવવી જરૂરી છે. સાંસદોએ દલીલ કરી હતી કે કોઈપણ કારણોસર બાળકીને કોઈ નુકસાન ના થવું જોઈએ. એક અંગ્રજી અખબાર મુજબર શુક્રવારે (02 જૂન) સરકારે સત્તાવાર રીતે જર્મનીને અરિહાને ભારત પરત પાછી મોકલવા માટે જણાવ્યું છે.

અરિહા શાહ કેસમાં જર્મન યુથ એજન્સીની કાર્યવાહીનો બચાવ કરતા અહેવાલો ખોટા છે અને મુદ્દાને ગૂંચવવાનો પ્રયાસ કરે છે. એજન્સીએ બિનજવાબદાર વર્તન કર્યું જેના કારણે અરિહાના માતા-પિતાને મીડિયાનો આશરો લેવો પડ્યો છે. કોઈપણ સમયે એજન્સીએ બાળકની સંભાળ લેવા માટે તૈયાર કોઈપણ ભારતીય પાલક પરિવાર વિશે માહિતી શેર કરી નથી. વળી, મુખ્ય મુદ્દો એ છે કે ભારતીય બાળકને ભારત પરત આવવા દેવામાં આવતું નથી.