સેંગોલ મુદ્દે શશિ થરૂર પણ આવ્યા મેદાનમાં, કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન

May 28, 2023

સેંગોલ પરંપરાની અખંડતાને દર્શાવતું હોવાના સરકારના તર્કને શશિ થરૂરે સમર્થન આપ્યું


થરૂરે વિપક્ષની દલીલને પણ યોગ્ય ઠેરવી કહ્યું, બંધારણ લોકોના નામે અપનાવવામાં આવ્યું હતું


દિલ્હી- કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે આજે ‘સેંગોલ’ મામલે પોતાની જ પાર્ટીથી વિપરીત દલીલ કરતા કહ્યું કે, વર્તમાન સમયના મૂલ્યોની ખાતરી કરવા માટે તમામ લોકોએ ભૂતકાળના આ પ્રતિકને અપનાવવો જોઈએ. દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને નવું સંસદ ભવન સમર્પિત કરી લોકસભાની ચેમ્બરમાં ઐતિહાસિક સેંગોલ સ્થાપિત કર્યો છે. ત્યારે સેંગોલ પરંપરાની અખંડતાને દર્શાવતું હોવાના સરકારના તર્કને શશિ થરૂરે સમર્થન આપ્યું છે. જોકે થરૂરે વિપક્ષની દલીલને પણ યોગ્ય ઠેરવી કહ્યું કે, બંધારણ લોકોના નામે અપનાવવામાં આવ્યું હતું. 


થરૂરે ટ્વિટ કરીને કહ્યું કે, સેંગોલ વિવાદ પર મારો પોતાનો વિચાર છે કે, બંને પક્ષો પાસે સારી દલીલ છે. સરકારની દલીલ યોગ્ય છે કે, રાજદંડને પવિત્ર સર્વોપરિતા અને ધર્મના શાસનને મૂર્તિ રૂપ આપી પરંપરાની સાતત્યતાને દર્શાવે છે.


થરૂરે ટ્વિટ કરીને કહ્યું કે, સેંગોલ વિવાદ પર મારો પોતાનો વિચાર છે કે, બંને પક્ષોની દલીલો પોતપોતાની જગ્યાએ યોગ્ય છે. સરકારે દલીલ કરી હતી કે, રાજદંડને પવિત્ર સાર્વભૌમત્વ અને ધર્મના શાસનને મૂર્તિ રૂપ આપી પરંપરાની સાતત્યતાને દર્શાવે છે. આ દલીલને પણ થરૂરે યોગ્ય માની છે. તો બીજી તરફ વિપક્ષે દલીલ કરી હતી કે, બંધારણને લોકોના નામે અપનાવવામાં આવ્યું હતું અને આ સર્વોપરિતા ભારતના લોકોમાં તેમની સંસદમાં પ્રતિનિધિત્વના રૂપમાં હોય છે. આ દૈવી અધિકાર દ્વારા અપાયેલ કોઈ રાજાનો વિશેષાધિકાર નથી.