Essar ગ્રુપના કો-ફાઉન્ડર શશિકાંત રુઇયાનું નિધન, PMએ વ્યક્ત કર્યો શોક

November 26, 2024

એસ્સાર ગ્રુપના સહ-સ્થાપક શશિકાંત રુઈયાનું 81 વર્ષની વયે નિધન થયું છે. એસ્સાર ગ્રુપના ચેરમેન ઉદ્યોગપતિ શશિકાંત રુઈયાએ ભારતના કોર્પોરેટ લેન્ડસ્કેપને પુનઃવ્યાખ્યાયિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે એસ્સાર જૂથનો પાયો નાખ્યો અને તેને વૈશ્વિક સમૂહ બનાવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા પીએમ મોદીએ લખ્યું કે શશિકાંત રુઈયા જી ઈન્ડસ્ટ્રીમાં એક મહાન વ્યક્તિ હતા. તેમના દીર્ઘદ્રષ્ટા નેતૃત્વ અને શ્રેષ્ઠતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાએ ભારતના વ્યાપાર લેન્ડસ્કેપને બદલી નાખ્યું. તેમણે નવીનતા અને વિકાસ માટે ઉચ્ચ ધોરણો પણ સ્થાપિત કર્યા. તેઓ હંમેશા વિચારોથી ભરેલા હતા, હંમેશા ચર્ચા કરતા હતા કે આપણે આપણા દેશને કેવી રીતે વધુ સારું બનાવી શકીએ. શશિજીનું નિધન ખૂબ જ દુઃખદ છે. આ દુઃખદ સમયમાં તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઓમ શાંતિ.