શિંદેની તબિયત બગડી, સારવાર માટે ડૉક્ટરોની ટીમ તાત્કાલિક ઘરે પહોંચી
November 30, 2024
મુંબઈ- મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેની તબિયત લથડી છે. આ પછી ડૉક્ટરોની ટીમને તેમના ઘરે બોલાવવામાં આવી છે. મળતી માહિતી મુજબ, સતારા સ્થિત પોતાના નિવાસસ્થાને રોકાયેલા મુખ્યમંત્રી એકનાથ શિંદેને તાવ છે. સતારાથી ડૉક્ટરોની એક ટીમ તેમના ઘરે પહોંચી છે અને તેમની સારવાર કરી રહી છે. તેમનું પૈતૃક ઘર સતારામાં છે, જ્યાં તેઓ રહે છે.
મુખ્યમંત્રી એકનાથ શિંદે શુક્રવારથી શરદી અને વાયરલ તાવથી પીડિત છે. સવારથી તેમની તબિયત સારી નથી. તેઓ છેલ્લા એક મહિનાથી રાજ્યમાં ચૂંટણી પ્રવાસ અને સભાઓ કરવાના કારણે તેમની તબિયત બગડી છે. તેથી મુખ્યમંત્રી એકનાથ શિંદે આરામ કરવા ગામમાં ગયા છે. હાલમાં તેમને તાવ છે અને તેની સારવાર ચાલુ કરવામાં આવી છે.
દિલ્હીમાં અમિત શાહ સાથે મહાગઠબંધનની બેઠકમાં ભાગ લીધા બાદ એકનાથ શિંદે સીધા સતારામાં તેમના પૈતૃક નિવાસસ્થાને ગયા હતા. તેમણે કહ્યું કે, મુંબઈમાં મહાયુતિની બેઠક રદ કરવામાં આવી છે. આ પછી, એવી અટકળો વહેતી થઈ હતી કે તેઓ ગઠબંધનમાં મુખ્યમંત્રી પદને લઈને મડાગાંઠથી નારાજ છે. જો કે, શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ આ દાવાઓને ફગાવી દીધા હતા અને સ્પષ્ટતા કરી હતી કે પક્ષના વડા અસ્વસ્થતા અનુભવી રહ્યા હતા અને તેથી તેમના ગામ ગયા હતા.
Related Articles
ભારત-નેપાળ સરહદ વિવાદમાં નવો વળાંક: PM બાલેન શાહનો બ્રિટનને વચ્ચે લાવવાનો પ્રસ્તાવ
ભારત-નેપાળ સરહદ વિવાદમાં નવો વળાંક: PM બ...
May 31, 2026
મહિલાને પોતાના શરીર અંગે નિર્ણય લેવાનો અધિકાર, હાઈકોર્ટે દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી
મહિલાને પોતાના શરીર અંગે નિર્ણય લેવાનો અ...
May 31, 2026
સૂર્યા ચૌહાણ હત્યાકાંડ: બકરી ઈદનું આમંત્રણ આપી મિત્રની કરપીણ હત્યા કરનારા અસદનું એન્કાઉન્ટર!
સૂર્યા ચૌહાણ હત્યાકાંડ: બકરી ઈદનું આમંત્...
May 31, 2026
ઉત્તરપ્રદેશ, બંગાળ અને બિહારમાં વરસાદ-આંધીનો કહેર, 26 લોકોના મોત
ઉત્તરપ્રદેશ, બંગાળ અને બિહારમાં વરસાદ-આં...
May 30, 2026
મુંબઈમાં 15 દિવસમાં બીજી વખત CNG માં 2 રૂપિયાનો વધારો, રિક્ષા-ટેક્સી ચાલકોને ઝટકો
મુંબઈમાં 15 દિવસમાં બીજી વખત CNG માં 2 ર...
May 30, 2026
કર્ણાટકમાં ગોવિંદપુર ગામમાં બે પરિવારો વચ્ચે જમીનની અદાવતમાં લોહિયાળ ખેલ, 6 લોકોના શબના ટુકડા કરાયા
કર્ણાટકમાં ગોવિંદપુર ગામમાં બે પરિવારો વ...
May 30, 2026
Trending NEWS
29 May, 2026
29 May, 2026