અમેરિકાની સાન ડિએગો મસ્જિદમાં ગોળીબાર, 5ના મોત
May 19, 2026
કેલિફોર્નિયા : અમેરિકાના સેન ડિએગો સ્થિત મસ્જિદમાં સોમવારે ગોળીબારમાં 5 લોકોના મોત થયા. આમાં એક સિક્યોરિટી ગાર્ડ અને બે શંકાસ્પદનો સમાવેશ થાય છે.
પોલીસના જણાવ્યા અનુસાર, બંને શંકાસ્પદ કિશોરો હતા. એક 17 વર્ષનો અને બીજો 19 વર્ષનો હતો. બંનેના મૃતદેહ મસ્જિદ નજીક એક વાહનમાં મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં માનવામાં આવે છે કે તેઓએ પોતાને ગોળી મારી હતી.
આ મામલાની તપાસ હેટ ક્રાઈમના એંગલથી કરવામાં આવી રહી છે. જોકે, હુમલા પાછળના કારણ અંગે હાલમાં વધુ માહિતી શેર કરવામાં આવી નથી.
આ હુમલો ઇસ્લામિક સેન્ટર ઓફ સેન ડિએગોમાં થયો હતો. આ સેન ડિએગો કાઉન્ટીની સૌથી મોટી મસ્જિદ છે. પરિસરમાં એક શાળા પણ છે, જ્યાં બાળકોને અરબી ભાષા, ઇસ્લામિક અભ્યાસ અને કુરાનનું શિક્ષણ આપવામાં આવે છે.
મસ્જિદના ઇમામ તાહા હસ્સાને જણાવ્યું કે સોમવારે કેટલાક બિન-મુસ્લિમ લોકો ઇસ્લામને સમજવા માટે મસ્જિદની મુલાકાતે આવ્યા હતા. આ કેન્દ્ર વિવિધ સમુદાયો વચ્ચે સંવાદ અને સદ્ભાવ વધારવા માટે કામ કરે છે.
તેમણે જણાવ્યું કે શાળાના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સુરક્ષિત છે. હાલ કોઈ ખતરો નથી, પરંતુ લોકોને મસ્જિદથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. સાવચેતીના ભાગરૂપે કેન્દ્રને આખા દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું.
મસ્જિદની વેબસાઇટ અનુસાર, અહીં માત્ર મુસ્લિમ સમુદાય માટે ધાર્મિક પ્રવૃત્તિઓ થતી નથી, પરંતુ સામાજિક કાર્યોમાં પણ અન્ય સમુદાયો સાથે મળીને કામ કરવામાં આવે છે. અહીં દરરોજ પાંચ વખતની નમાઝ અદા કરવામાં આવે છે.
કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસમે મુસ્લિમ સમુદાયને કહ્યું કે કેલિફોર્નિયા તમારી સાથે ઊભું છે. જ્યાં પરિવાર અને બાળકો ભેગા થાય છે, જ્યાં લોકો શાંતિથી ઇબાદત કરે છે, ત્યાં આવો હુમલો અત્યંત ભયાવહ છે. કેલિફોર્નિયામાં નફરત માટે કોઈ સ્થાન નથી.”
તેમણે જણાવ્યું કે કેલિફોર્નિયા હાઇવે પેટ્રોલ અને ગવર્નર ઓફિસ ઓફ ઇમરજન્સી સર્વિસિસની ટીમો ઘટનાસ્થળે સ્થાનિક પ્રશાસન સાથે સંકલન કરી રહી છે.
Related Articles
'1 કલાકમાં ઈઝરાયલને ખાત્મો બોલાવી દઈશું...', ઈરાનની ધમકી
'1 કલાકમાં ઈઝરાયલને ખાત્મો બોલાવી દઈશું....
Oct 25, 2026
વિશ્વના 5 દેશોમાં સામાન્યથી લઈને જોરદાર ભૂકંપના આંચકા
વિશ્વના 5 દેશોમાં સામાન્યથી લઈને જોરદાર...
Oct 25, 2026
મોંઘવારી અને સ્કૂલ સિસ્ટમ સામે ફ્રાન્સમાં જનઆક્રોશ: 70,000 પોલીસ તહેનાત
મોંઘવારી અને સ્કૂલ સિસ્ટમ સામે ફ્રાન્સમા...
Oct 24, 2026
દુનિયાના અનેક દેશોમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ થશે? અમેરિકા-ઈઝરાયલના સંભવિત હુમલા સામે ઈરાનનો ચોંકાવનારો પ્લાન
દુનિયાના અનેક દેશોમાં ઈન્ટરનેટ બ્લેકઆઉટ...
Oct 24, 2026
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત શહેર, દિલ્હી બીજા નંબરે
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્...
Oct 24, 2026
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્રદૂષિત શહેર, દિલ્હી બીજા નંબરે
પાકિસ્તાનનું લાહોર દુનિયાનું સૌથી વધુ પ્...
Oct 24, 2026
Trending NEWS
25 October, 2026
25 October, 2026
25 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026
24 October, 2026