ગુજરાતમાં કેટલાક કોંગ્રેસીઓ ભાજપ સાથે મળેલા, કાઢવા પડે તો કાઢી નાંખીશું: રાહુલ ગાંધી
March 08, 2025

હાલ રાહુલ ગાંધી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. શુક્રવારે રાહુલ ગાંધીએ સ્થાનિકો સાથે મિટિંગ કરીને તેમના અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ આજે (8 માર્ચ) કોંગ્રેસનાં કાર્યકરો સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા અને શહેરનાં કોંગ્રેસનાં હોદ્દેદારોની અને સેલ ડિપાર્ટમેન્ટનાં પ્રમુખો હાજર રહ્યા હતા. સંવાદ કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ પોતાના જ નેતાઓ પર આકરા પ્રકારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીમાં નેતાઓની કમી નથી, સિનિયર લેવલના નેતા છે. બબ્બર શેર છે, પરંતુ પાછળ ચેન બાંધેલી છે. ઉલ્લેખનીય છે કે બપોર બાદ રાહુલ ગાંધી દિલ્હી જવા માટે રવાના થશે. અમદાવાદમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતા અને કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન પૂર્વ ધારાસભ્યો અને હોદ્દેદારોએ કોંગ્રેસની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો કોંગ્રેસનું નેતૃત્વ સંગઠિત થઈને લડે, તો બદલાવ શક્ય છે. હું કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું અને સ્ટેજ પરથી કહેવા માંગું છું કે ગુજરાતને કોંગ્રેસ પાર્ટી રસ્તો બતાવી શકતી નથી. તેમણે વધુમાં કહ્યું કે ગુજરાતમાં બે પ્રકારના લોકો છે. એક જે જનતા સાથે ઉભા છે, જેના દિલમાં કોંગ્રેસની વિચારધારા છે અને બીજા તે જે જનતાથી દૂર છે. તેમાંથી અડધા ભાજપ સાથે જોડાયેલા છે. જ્યાં સુધી આપણે આ બે લોકોને અલગ કરીશું નહી, ત્યાં સુધી ગુજરાતની જનતા આપણા પર વિશ્વાસ કરશે નહી. રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે 'જો આપણે કડક કાર્યવાહી કરવી પડી અને 10, 15,20, 30 લોકોને કાઢી મૂકવા પડે તો હાંકી કાઢવા જોએ. ભાજપ માટે અંદરથી કામ કરી રહ્યા છો, તો ચલો જાવ બહારથી કામ કરો. ત્યાં તમને સ્થાન નહી મળે, તે તમને બહાર ફેંકી દેશે.' આગળ તેમણે કહ્યું કે 'ગઇકાલે મેં વરિષ્ઠ નેતાઓ, જિલા અને બ્લોક અધ્યક્ષો સાથે મુલાકાત કરી. મારું લક્ષ્ય હતું કે તમારા દિલની વાત જાણવી અને સમજવી. આ વાતચીતમાં સંગઠન, ગુજરાતનું રાજકારણ અને અહીંની સરકારના કામકાજ સાથે જોડાયેલી ઘણી બધી વાતો સામે આવી. પરંતુ હું અહીં ફક્ત કોંગ્રેસ પાર્ટી માટે આવ્યો નથી, પરંતુ પ્રદેશના યુવાનો, ખેડૂતો, મહિલા અને નાના વેપારીઓ માટે આવ્યો છું.
Related Articles
ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવતઃ 48 કલાકમાં 21 લોકોના મોત
ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવતઃ 48 કલાકમ...
May 08, 2025
અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ, અંડરપાસ છલકાયા, વાહન વ્યવહાર ઠપ
અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈ...
May 07, 2025
સાઇરન વગાડી ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્રીલ શરૂ, 7:30 થી 9:00 દરમિયાન બ્લેક આઉટ યોજાશે
સાઇરન વગાડી ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્...
May 07, 2025
વરસાદ અને વાવાઝોડાથી બે દિવસમાં 18 લોકોના મોત, 38 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
વરસાદ અને વાવાઝોડાથી બે દિવસમાં 18 લોકોન...
May 07, 2025
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ, રાજકોટ-ભુજ એરપોર્ટ 3 દિવસ બંધ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ, રાજકોટ-ભુજ...
May 07, 2025
ગુજરાતના 18 જિલ્લામાં આવતીકાલે સાંજના 4થી 8 વાગ્યા સુધી મોક ડ્રીલ
ગુજરાતના 18 જિલ્લામાં આવતીકાલે સાંજના 4થ...
May 06, 2025
Trending NEWS

અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ,...
07 May, 2025