Breaking News :
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ: હોર્મુઝ જળમાર્ગ પર અમેરિકન નૌકાદળની નાકાબંધી, 20થી વધુ યુદ્ધ જહાજો તૈનાત ફીફા વર્લ્ડ કપમાં સ્પેનનું દમદાર પરફોર્મન્સ, સેમિ ફાઈનલમાં ફ્રાન્સને 2-0થી કચડી ફાઈનલમાં એન્ટ્રી ઉડ્ડયન મંત્રીએ ધોલેરા વિમાનમથક પ્રોજેક્ટની સમીક્ષા કરી : ઉડાનપટ્ટી અને નિયંત્રણ ટાવરનું કામ 100 ટકા પૂરું નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા

હજુ સસ્તી થશે હોમ-ઓટો લોન! મિડલ ક્લાસને ફરી ગુડ ન્યૂઝ આપી શકે છે RBI

June 03, 2025

હોમ લોન-ઓટો લોન સહિત લોનધારકોને જૂન મહિનામાં મોટી રાહત મળી શકે છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા પોતાની આગામી મોનેટરી પોલિસી સમીક્ષા બેઠકમાં રેપો રેટમાં મોટો ઘટાડો કરી શકે છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના રિસર્ચ રિપોર્ટમાં અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે કે, આરબીઆઈ રેપો રેટમાં 0.50 ટકા (50 બેઝિસ પોઈન્ટ)નો ઘટાડો કરી શકે છે. જેનો ઉદ્દેશ લોન સાયકલને પ્રોત્સાહન આપવા અને વર્તમાન આર્થિક અનિશ્ચિતતાઓની અસર ઘટાડવાનો છે. આરબીઆઈની એમપીસી બેઠક 4થી 6 જૂનના રોજ અર્થાત આવતીકાલથી શરૂ થશે. આ બેઠકના અંતે છ જૂનના રોજ રેપો રેટ સહિત અન્ય નિર્ણયો પર જાહેરાત થશે. એસબીઆઈના રિપોર્ટ 'એમપીસી બેઠકની પ્રસ્તાવના 4-6 જૂન 2025'માં 0.50 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે. ફેબ્રુઆરી અને એપ્રિલમાં આરબીઆઈએ 0.25-0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. હાલ રેપો રેટ 6 ટકા પર છે. મોંઘવારી અને ઈકોનોમિક ગ્રોથ આરબીઆઈના લક્ષ્યાંકને અનુરૂપ નોંધાતાં જૂનમાં વધુ 0.50 ટકાનો ઘટાડો થઈ શકે છે.  રેપો રેટ એ વ્યાજ દર છે, જેના આધારે આરબીઆઈ બેન્કોને લોન આપે છે. બેન્કો આરબીઆઈ પાસેથી રેપો રેટના આધારે લોન મેળવે છે. બાદમાં તે ગ્રાહકો સુધી લોન સેવા પહોંચાડે છે. જો રેપો રેટ નીચો હોય તો બેન્કો પણ પોતાના લોન રેટમાં ઘટાડો કરે છે. લોનનો ઈએમઆઈ પણ ઘટશે. હોમ લોન અને કાર લોન સસ્તી થશે. ઈન્ડસ્ટ્રીને સસ્તી લોન મળવાથી માત્ર શહેરી વપરાશમાં વધારો થશે, તેમજ કારખાનામાં રોકાણ વધતાં રોજગારી સર્જન પણ વધશે.