રાજુલામાં પરિણીત મહિલા-પુરુષનો આપઘાત, પ્રેમ સંબંધમાં ભાગીને સાથે રહેતા હતા

June 08, 2025

અમરેલી : અમરેલીના રાજુલા બસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે શનિવારની રાત્રે આપઘાતની ઘટના સામે આવી હતી. જેમાં ખાંભા વિસ્તારના રહેવાસી જયસુખભાઇ સાંખટ અને અફ્સાનાબહેન કુરેશી નામના બંને વ્યક્તિએ ઝેરી દવા ગટગટાવીને મોતને વ્હાલનું કર્યું હતું. મહિલા-પુરુષ બંને પરિણીત છે અને તેઓ પ્રેમસંબંધ હોવાનું જાણવા મળ્યું હતું.


રાજુલા બસ સ્ટેશન વિસ્તારમાં મહિલા-પુરુષના સજોડે આપઘાત કર્યો હોવાની સ્થાનિકોને જાણ થઈ હતી. જેમાં બંનેની હાલત અત્યંત ગંભીર જણાતા તેઓને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યારે બંને પરિણીત હોવા છતાં ભાગીને સાથે રહેતા હોવાનું સામે આવ્યું છે. બંને મહિલા-પુરુષના આપઘાતના પાછળનું કારણ અકબંધ છે.