'સુખદેવ સિંહના હત્યારાઓને જાહેરમાં ગોળી મારીને એન્કાઉન્ટર કરો', ભડક્યા પૂર્વ ડાકૂ મલખાન સિંહ
December 08, 2023

સુખદેવ સિંહ ગોગામેડીની હત્યાથી દેશભરમાં ક્ષત્રિય સમાજ ગુસ્સે ભરાયો
જયપુર -મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ડાકુ સમ્રાટ દાદા મલખાન સિંહે કહ્યું કે, કરણી સેનાના સુખદેવ સિંહ ગોગામેડી નેતાગિરી નહોતા કરતા. જનતા માટે ગોગામેડીએ અવાજ ઉઠાવ્યો. તેઓ અન્યાય અને અત્યાચાર વિરૂદ્ધ ઉભેલા દેખાયા હતા. મહિલાઓ અને પછાત લોકોની મદદ માટે ગોગામેડીએ શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના બનાવી. આ માત્ર ગોગામેડીની નહીં, પરંતુ આખા દેશની હત્યા છે. જો કોઈ અત્યાચાર વિરૂદ્ધ અવાજ ઉઠાવે તો શું તેને ગોળીઓ મારી દેવાશે. આ બહુ મોટો અન્યાય છે.
અંતે સુખદેવ સિંહ ગોગામેડીએ એવો કયો ગુનો કર્યો કે તેમને ગોળી મારી દેવામાં આવી? એટલા માટે ગુનેગારોને માફ ન કરવા જોઈએ. મારનારા કોઈ બહાદુર લોકો નથી. બહાદુર લોકો લલકાર કરે છે, દગો આપીને નથી મારતા. કારણ કે એવી ક્રૂરતા મેં નથી જોઈ. આરોપી કેટલા મોટા ગદ્દાર છે કે નાસ્તો-ચા પીને તેના ઘરના વડિલની હત્યા કરી ગયા.
ચૂંટણી પંચના આદેશ પર તમામ ચૂંટણીઓના બે મહિના પહેલા પોલીસ સ્ટેશનમાં બંદૂકો જમા કરી લેવામાં આવે છે. આ સિવાય કડક સુરક્ષા હોય છે. તો હવે આ હત્યા કેવી રીતે થઈ ગઈ? તેની તપાસ થવી જોઈએ કે આ બંદૂકો ક્યાંથી આવી? કઈ ગેંગે તેમને મોકલ્યા?
હવે સરકાર પાસે માંગ છે કે, શૂટર જો પકડાય તો તેનું સીધું એન્કાઉન્ટર કરી દેવામાં આવે. આરોપીઓને જેલમાં રોટી ખવડાવવાની જરૂર નથી. ચોક વચ્ચે આરોપીઓને મારી દેવામાં આવે. સાથે જ જે કોઈએ ગોગામેડીની હત્યા કરાવી છે, તેને પણ બજારમાં મારી દેવામાં આવે.
Related Articles
પાકિસ્તાન જાત પર ઊતર્યું:રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું, ઉરી સેક્ટરમાં હોટલ પાસે શૅલ ફેંક્યો,
પાકિસ્તાન જાત પર ઊતર્યું:રહેણાંક વિસ્તાર...
May 09, 2025
પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો:લાહોર સહિત અનેક શહેર પર મિસાઈલો છોડી; લોકોને સરહદ પર બંકરોમાં ખસેડવામાં આવ્યા
પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો:લાહોર સ...
May 09, 2025
ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પર હુમલો
ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પ...
May 09, 2025
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ભારતમાં કોઈ નુકસાન નહીં: સંરક્ષણ મંત્રાલય
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ ન...
May 09, 2025
પાકિસ્તાનનાં 10 ડ્રોનનું સૂરસૂરિયું,જેસલમેરમાં એકસાથે તમામનો ખાતમો, હવામાં જ ઊડાવી દીધા
પાકિસ્તાનનાં 10 ડ્રોનનું સૂરસૂરિયું,જેસલ...
May 09, 2025
Trending NEWS

07 May, 2025