સુનિતા વિલિયમ્સ પરત ફર્યા : ટ્રમ્પે કહ્યુ મે અને મસ્કે આપેલુ વચન નિભાવ્યુ

March 19, 2025

અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલમોર 9 મહિના બાદ અવકાશમાંથી પરત ફર્યા છે. આ બંને સ્પેસએક્સના ડ્રેગન કેપ્સ્યુલ દ્વારા પૃથ્વી પર ઉતર્યા હતા. સુનીતાના પૃથ્વી પર પાછા ફરવાની ઉજવણી કરવામાં આવી રહી છે. હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન આવ્યું છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકન મીડિયાને કહ્યું, જ્યારે હું ઓફિસમાં આવ્યો (રાષ્ટ્રપતિ બન્યા પછી), મેં એલોન મસ્કને કહ્યું કે આપણે તેમને (સુનીતા અને બૂચ વિલ્મોરને) પાછા લાવવા પડશે. બાઇડેન (ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ) એ તેમને છોડી દીધા છે. તેણે તેમનો ત્યાગ કર્યો. હવે તેઓ પાછા ફર્યા છે. તેણે સારું થવું છે અને જ્યારે તે સારું થશે ત્યારે તે ઓવલ ઓફિસ (પ્રેસિડેન્ટ ઓફિસ) આવશે.

આ પહેલા વ્હાઇટ હાઉસે X પર લખ્યું હતું કે જે પણ વચન આપવામાં આવ્યું હતું, તે પૂરું થયું છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે 9 મહિના સુધી અવકાશમાં ફસાયેલા અવકાશયાત્રીઓને બચાવવાનું વચન આપ્યું હતું. આજે તે સુરક્ષિત ઉતરી ગયા છે. એલોન મસ્ક, સ્પેસએક્સ અને નાસાનો આભાર.

સુનીતા અમેરિકન સ્પેસ એજન્સી નાસાના અવકાશયાત્રી છે. સુનિતા જ્યારે ડ્રેગન કેપ્સ્યુલમાંથી બહાર આવ્યા ત્યારે તેમના ચહેરા પર સ્મિત હતું. તેમણે લોકોને શુભેચ્છા પાઠવી હતી. નક્કી કરેલા પ્લાન મુજબ સુનીતાનું પ્લેન સવારે 3.27 વાગે ફ્લોરિડા કિનારે લેન્ડ થયું હતું. સુનીતાના પરત ફર્યા બાદ ભારતમાં મધરાતે જ ઉજવણી શરૂ થઈ ગઈ હતી. સુનિતાના મૂળ ગામ મહેસાણામાં સૌથી વધુ ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. લોકો ગરબા કરવા લાગ્યા. ગામમાં દિવાળી જેવો માહોલ હતો.