8 કરોડ માઇગ્રન્ટ શ્રામિકોને રેશનકાર્ડ આપવા સુપ્રીમનો રાજ્યોને આદેશ

April 22, 2023

દેશનાં 8 કરોડ માઇગ્રન્ટ શ્રામિકોને રેશનિંગ કાર્ડ આપવા સુપ્રીમ કોર્ટે રાજ્યોને આદેશ આપ્યો છે.દેશનાં આશરે 10 કરોડ શ્રામિકો સરકારનાં ઈ-શ્રામ પોર્ટલ હેઠળ રજિસ્ટર્ડ થયેલા છે પણ તેમને નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળ આવરી લેવામાં આવ્યા નથી. આથી તેમને સરકારની યોજનાના લાભ આપવા સર્વોચ્ચ અદાલતે ફરમાન કર્યું છે.

આ પોર્ટલ હેઠળ કુલ 28.6 કરોડ શ્રામિકો રજિસ્ટર્ડ થયા છે જેમાંથી ફક્ત 20.63 કરોડ શ્રામિકોને જ રેશન કાર્ડ અપાયા છે. આથી જે 8 કરોડ શ્રામિકોને રેશન કાર્ડ નથી અપાયા તેમને રેશન કાર્ડ આપીને ફૂડ સિક્યોરિટી હેઠળ સમાવવા કોર્ટે કહ્યું છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર. શાહના વડપણ હેઠળની બેન્ચે આવા શ્રામિકોને સરકારી લાભો આપવા કહ્યું હતું. સામાજિક કાર્યકર અંજલિ ભારદ્વાજ, હર્ષ મંદાર અને જગદીપ છોકર દ્વારા આ અરજી કરવામાં આવી હતી.