Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

મસ્જિદ સરવે મુદ્દે નીચલી કોર્ટની કાર્યવાહી સામે સુપ્રીમનો સ્ટે

November 30, 2024

ઉત્તરપ્રદેશના સંભલ શહેરની શાહી જામા મસ્જિદના મુદ્દે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં મહત્ત્વપૂર્ણ સુનાવણી થઈ હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે આ કેસમાં નીચલી કોર્ટની કાર્યવાહી સામે રોક લગાવી દીધી હતી. આ મામલે હવે નીચલી કોર્ટ ત્યાં સુધી કોઈ કાર્યવાહી નહીં કરી શકે જ્યાં સુધી મસ્જિદના સરવે વિરુદ્ધ મુસ્લિમ પક્ષની અરજી હાઇકોર્ટમાં સુનાવણી માટે લિસ્ટ ન થઈ જાય. સંભલ શાહી જામા મસ્જિદ કમિટીએ નીચલી અદાલતના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

સુપ્રીમ કોર્ટે મસ્જિદ કમિટીને હાઇકોર્ટ જવાના નિર્દેશ આપ્યા હતા અને સાથે જ હાઇકોર્ટને આદેશ આપ્યો હતો કે જે મસ્જિદ કમિટીની અરજીનું લિસ્ટિંગ કામકાજના ત્રણ દિવસમાં જ કરે. ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ પી.વી. સંજયકુમારની બેન્ચે સરવે કમિશનરના રિપોર્ટને સીલબંધ કવરમાં રાખવાનો પણ આદેશ આપ્યો હતો. નીચલી કોર્ટના આદેશ પર એડવોકેટ કમિશનરે જામા મસ્જિદનો સરવે કર્યો હતો, જે સરવે રિપોર્ટ આજે કોર્ટમાં રજૂ કરાવાનો હતો જોકે, તે હજુ સુધી કોર્ટમાં રજૂ કરી શકાયો નથી