ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર વધ્યો તણાવ, બાંગ્લાદેશીઓનો BSFના જવાનો પર પથ્થરમારો
January 22, 2025
ભારત-બાંગ્લાદેશ વચ્ચે વણસી રહેલા સંબંધો વચ્ચે બોર્ડર પર પણ તણાવ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સોમવારે (20 જાન્યુઆરી) કૂચબિહારના નારાયણગંજ બોર્ડર ચોકી પર કેટલાક બાંગ્લાદેશી તસ્કરોએ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના જવાનો પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં એક જવાનને માથાના ભાગે ગંભીર ઇજા થઇ છે.
હકિકતમાં, ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર તસ્કરોના એક મોટા જૂથે ભારતીય સીમામાં ગેરકાયદે ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેમના ભારતીય સહયોગીઓની મદદથી કેટલીક પ્રતિબંધિત વસ્તુઓની તસ્કરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, બોર્ડર પર તહેનાત બીએસએફના જવાનોએ તસ્કરોની ગેરકાયદે ઘૂસણખોરી કરવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.
બીએસએફના જવાનોએ ભારતમાં ગેરકાયદે ઘૂસણખોરીનો પ્રયાસ કરનારા તસ્કરોની તેમની ગેરકાયદે ગતિવિધિઓ બંધ કરવા અને બાંગ્લાદેશના ક્ષેત્રમાં પરત ફરવા ચેતવણી આપી હતી. જોકે, બાંગ્લાદેશી બદમાશોએ જવાનોની અનેક ચેતવણીઓ પછી પણ પોતાની ગેરકાયદે ગતિવિધિઓ અટકાવી નહોતી અને પછી અચાનક જવાનો પર પથ્થરમારો કર્યો હતો.
Related Articles
દમણમાં માતાએ ચોથા માળેથી પોતાના બે બાળકોને નીચે ફેંકી દેતા મોત
દમણમાં માતાએ ચોથા માળેથી પોતાના બે બાળકો...
ભારત સાથે અમેરિકાની પહેલી દ્વિપક્ષીય બેઠક, એસ.જયશંકર સાથે ચર્ચા કરશે રૂબિયો
ભારત સાથે અમેરિકાની પહેલી દ્વિપક્ષીય બેઠ...
Jan 22, 2025
દિગ્ગજ નેતાએ ભાજપનું ટેન્શન વધાર્યું, કહ્યું- 'મારે કેબિનેટ મંત્રી પદ છોડવું પડશે'
દિગ્ગજ નેતાએ ભાજપનું ટેન્શન વધાર્યું, કહ...
Jan 22, 2025
મહારાષ્ટ્રમાં ગેરકાયદેસર રહેતી 3 બાંગ્લાદેશી મહિલાઓ ઝડપાઈ
મહારાષ્ટ્રમાં ગેરકાયદેસર રહેતી 3 બાંગ્લા...
Jan 21, 2025
ગરિયાબંધમાં સુરક્ષા જવાનો-નક્સલીઓ વચ્ચે અથડામણ, 14 નક્સલીઓ ઠાર મરાયા
ગરિયાબંધમાં સુરક્ષા જવાનો-નક્સલીઓ વચ્ચે...
Jan 21, 2025
જ્યૂસમાં ઝેર મેળવીને પ્રેમીની હત્યા કરી, કોર્ટે ફાંસીની સજા સંભળાવી
જ્યૂસમાં ઝેર મેળવીને પ્રેમીની હત્યા કરી,...
Jan 21, 2025
Trending NEWS
21 January, 2025
21 January, 2025
21 January, 2025
21 January, 2025
21 January, 2025
21 January, 2025
20 January, 2025
20 January, 2025
20 January, 2025
20 January, 2025
Jan 22, 2025