જમ્મુ-કાશ્મીરના કુલગામમાં ફસાયા આતંકી, ઠાર મારવા સુરક્ષાદળોએ શરૂ કરી એન્કાઉન્ટરની કાર્યવાહી

October 04, 2023

જમ્મુ-કાશ્મીર ઝોન પોલીસે કુલગામના કજ્જર વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણની વાત સ્વીકારી છે. પોલીસે જણાવ્યું કે આ વિસ્તારમાં 1-2 આતંકીઓ ફસાયેલા હોવાની આશંકા છે. પોલીસે ટ્વિટ કરી જાણકારી આપી હતી કે કુજ્જરમાં પોલીસ અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટરની સ્થિતિ જોવા મળી રહી છે. હાલ આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ અનંતનાગમાં પણ સૈન્ય અને પોલીસે સંયુક્ત રીતે સૈન્ય કાર્યવાહી કરી હતી. આ દરમિયાન ઘણા દિવસો સુધી એન્કાઉન્ટરની સ્થિતિ જોવા મળી હતી.