વૈશ્વિક અર્થતંત્ર માટે સૌથી મોટી રાહત: ઈરાનનો નિર્ણય, આગામી 30 દિવસમાં ખુલી જશે હોર્મુઝની ખાડી
May 24, 2026
ન્યુ યોર્ક ઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ભારે તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે વૈશ્વિક અર્થતંત્ર માટે એક ખૂબ જ મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. વિશ્વભરમાં ઈંધણની કટોકટી સર્જનારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અંગે ઈરાને એક મોટો યુ-ટર્ન લીધો છે, જેનાથી ભારત સહિત સમગ્ર દુનિયાને મોટી આર્થિક રાહત મળશે. વૈશ્વિક તેલ સપ્લાયની લાઈફલાઈન ગણાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને ઈરાન તરફથી એક ખૂબ જ મહત્વના સમાચાર આવ્યા છે. ઈરાન સરકારના સત્તાવાર નિવેદન અનુસાર, આગામી 30 દિવસમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પહેલાંની જેમ જ સંપૂર્ણપણે સામાન્ય થઈ જશે. આ દરિયાઈ માર્ગેથી હવે કોઈ પણ પ્રકારના અવરોધ વિના તમામ દેશોના જહાજો સરળતાથી અવરજવર કરી શકશે. યુદ્ધના કારણે દુનિયાભરમાં સર્જાયેલા તેલના સંકટ વચ્ચે આ સમાચારને વૈશ્વિક બજાર માટે એક સંજીવની સમાન માનવામાં આવી રહ્યા છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી છે.
રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે લખ્યું છે કે, અમેરિકા, ઈરાન અને આ ક્ષેત્રના અન્ય દેશો વચ્ચે એક ઐતિહાસિક સમજૂતી લગભગ નક્કી થઈ ચૂકી છે. આ ડીલ હેઠળ હોર્મુઝના દરિયાઈ માર્ગને ફરીથી સંપૂર્ણપણે ખોલવામાં આવશે અને ટૂંક સમયમાં જ આ અંગે સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે. આ વૈશ્વિક સમજૂતી પાછળ અન્ય દેશોની મધ્યસ્થતા પણ કામ કરી રહી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે જણાવ્યું છે કે તેમના દેશે ઈરાનના નેતાઓ સાથે ખૂબ જ સકારાત્મક વાતચીત કરી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે આગામી રાઉન્ડની બેઠક ખૂબ જ ટૂંક સમયમાં યોજાવા જઈ રહી છે. બ્રિટનના વડાપ્રધાન કિર સ્ટાર્મરે પણ આ પ્રગતિને આવકારી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે દુનિયાને અત્યારે એક એવા કરારની જરૂર છે જે આ યુદ્ધનો અંત લાવે અને હોર્મુઝના માર્ગને કાયમ માટે સુરક્ષિત બનાવે.
Related Articles
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના 9 ટુકડા કરી નાખ્યા, પત્ની-દીકરો પણ ગુમ!
યુએઈમાં ભારતીય યુવકની હત્યા કરી મૃતદેહના...
Sep 23, 2026
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયાત બિલ ૪૮ ટકા વધી ૭૫ અબજ ડોલર પહોંચી ગયું
એપ્રિલથી ઓગસ્ટના સમયગાળાનું ક્રુડનું આયા...
Sep 22, 2026
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસ ભંડાર, સમુદ્ર મંથન અભિયાન વખતે સફળતા
સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદ...
Sep 22, 2026
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટાની આફત થઈ જશે..', ટ્રમ્પને કોણે ચેતવ્યા?
ભારત પર ટૅરિફ ઝીંકીને કંઈ નહીં મળે, ઉલટા...
Sep 22, 2026
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપિયન દેશોનું સમર્થન, ન્યૂયોર્કમાં V4 બેઠકથી વધ્યું બળ
UNSCમાં કાયમી સભ્યપદ માટે ભારતને 4 યુરોપ...
Sep 22, 2026
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર ફાયરિંગ કરી બંદૂકની અણીએ મંત્રીનું અપહરણ, ટાયરો સળગાવી ચક્કાજામ
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાંમાં ગાડી પર...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026