ગંગા નદી પર બની રહેલો પુલ બીજી વખત ધરાશાયી, 1717 કરોડનો બ્રિજ નદીમાં બેસી ગયો
June 04, 2023

પટણા- હાલ બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર બની રહેલો પુલ ધરાશાઈ થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. પત્તાના મહેલની માફત કરોડો બ્રિજ પાણીમાં વહી ગયો છે. આ ઘટનાનો વીડિયો પર સોશિયલ મીડિાય પર વાયરલ થયો છે. નિર્માણાધીન પુલનો સુપર સ્ટ્રક્ચર નદીમાં ધરાશાઈ થતાં લોકો પુલના કામકાજ પર સવાલો કરી રહ્યા છે. મળતા અહેવાલો મુજબ આ પુલ 1717 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી રહ્યો હતો.
ભાગલપુરમાં સુલતાનગંજ-અગુવાની ગંગા નદી પર નિર્માણાધીન ફોર-લેન પુલ ધરાશાઈ થયો છે. નિર્માણાધીન બ્રિજનું સુપર સ્ટ્રક્ચર એકએક તૂટીને નદીમાં ધરાશાઈ થયો છે. અગુવાની તરફનો બ્રિજનો પિલર નંબર 10, 11, 12 ઉપરનું આખું સુપર સ્ટ્રક્ચર કડડભૂસ થઈને પાણીમાં ગરકાવ થઈ ગયું છે. એવું કહેવાય છે કે, જે ભાગ તૂટ્યો તે લગભગ 100 મીટરનો ભાગ છે. જો કે બ્રિજનું સ્ટ્રક્ચર ધરાશાયી થવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આ બ્રિજનું નિર્માણ એસ.પી.સિંગલાની કંપની દ્વારા થઈ રહ્યું છે. ઉલ્લેખનિય છે કે, ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાં બની રહેલો આ પુલ ખગરિયા અને ભાગલપુર જિલ્લાને જોડવા માટે બનાવાઈ રહ્યો છે.
Related Articles
પાકિસ્તાન જાત પર ઊતર્યું:રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું, ઉરી સેક્ટરમાં હોટલ પાસે શૅલ ફેંક્યો,
પાકિસ્તાન જાત પર ઊતર્યું:રહેણાંક વિસ્તાર...
May 09, 2025
પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો:લાહોર સહિત અનેક શહેર પર મિસાઈલો છોડી; લોકોને સરહદ પર બંકરોમાં ખસેડવામાં આવ્યા
પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો:લાહોર સ...
May 09, 2025
ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પર હુમલો
ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પ...
May 09, 2025
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ભારતમાં કોઈ નુકસાન નહીં: સંરક્ષણ મંત્રાલય
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ ન...
May 09, 2025
પાકિસ્તાનનાં 10 ડ્રોનનું સૂરસૂરિયું,જેસલમેરમાં એકસાથે તમામનો ખાતમો, હવામાં જ ઊડાવી દીધા
પાકિસ્તાનનાં 10 ડ્રોનનું સૂરસૂરિયું,જેસલ...
May 09, 2025
Trending NEWS

07 May, 2025