મોટા વિનાશનું કારણ બન્યું હોત ભારત-પાક યુદ્ધ: સીઝફાયર બાદ ટ્રમ્પનું બીજું નિવેદન
May 11, 2025
અમેરિકા : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સીઝફાયરને લઈને બંને દેશોની 'સાહસિક અને નિર્ણાયક' ભૂમિકાના વખાણ કર્યા છે. સોશિયલ મડિયા પર કરવામાં આવેલી એક પોસ્ટમાં ટ્રમ્પે આ પગલાંને ઐતિહાસિક ગણાવ્યો છે. ટ્રમ્પે કહ્યું કે, 'આ યુદ્ધ મોટા વિનાશનું કારણ બની શકતું હતું અને લાખો નિર્દોષ લોકોના મોત થઈ શકતાં હતાં. મને ભારત અને પાકિસ્તાનના મજબૂત નેતૃત્વ પર ગર્વ છે. તેમણે સમયસર સમજી લીધું કે, સંઘર્ષ રોકવો જરૂરી હતો, જેનાથી લાખો નિર્દોષ લોકોનો જીવ બચાવી શકાય. આ નિર્ણય ન ફક્ત બહાદુરીભર્યો હતો પરંતુ, બંને દેશોના વારસાને વધુ ગૌરવશાળી બનાવનારો છે.'
ટ્રમ્પે પોતાની પોસ્ટમાં કહ્યું કે, 'જો ભારત અને પાકિસ્તાન ઇચ્છે તો અમે સાથે મળીને કાશ્મીર મુદ્દે લાંબાગાળાનું સમાધાન શોધવાનો પ્રયાસ કરીશું. કદાચ 1000 વર્ષ બાદ હવે સમય આવી ગયો છે કે, આપણે આ ઐતિહાસિક વિવાદનું સમાધાન શોધીએ.' જોકે, ટ્રમ્પ એ ભૂલી ગયા છે કે, કાશ્મીરને લઈને ભારતની સ્પષ્ટ નીતિ છે કે, આ ભારતનો આંતરિક મામલો છે.
આ સિવાય ડોનાલ્ડ ટ્રમ્પે એવી પણ જાહેરાત કરી કે, અમેરિકા હવે ભારત અને પાકિસ્તાન બંને સાથે વ્યાપારિક સંબંધોને મહત્ત્વપૂર્ણ રૂપે આગળ વધારશે. જો કે, આ વિશે કોઈ ઔપચારિક ચર્ચા નથી થઈ પરંતુ, એ સ્પષ્ટ કરૂ છું કે, અમેરિકા બંને દેશો સાથે વ્યાપાર વધારવા જઈ રહ્યું છે.
Related Articles
યુક્રેનના બંદરગાહ પર રશિયાનો હુમલો: કાર્ગો જહાજમાં ભયાનક આગ લાગી
યુક્રેનના બંદરગાહ પર રશિયાનો હુમલો: કાર્...
Jul 12, 2026
જહાજને ટાર્ગેટ કરાતા અમેરિકા ભડક્યું, ઈરાને પણ આપ્યો વળતો જવાબ
જહાજને ટાર્ગેટ કરાતા અમેરિકા ભડક્યું, ઈર...
Jul 12, 2026
ઈરાનના 300થી વધુ મિલિટરી લોકેશન્સને ટાર્ગેટ કરાયા, અમેરિકાનો દાવો
ઈરાનના 300થી વધુ મિલિટરી લોકેશન્સને ટાર્...
Jul 12, 2026
અમેરિકાની ચાબહાર પોર્ટ, અણુ મથક સહિત 90 સ્થળે સ્ટ્રાઇક
અમેરિકાની ચાબહાર પોર્ટ, અણુ મથક સહિત 90...
Jul 10, 2026
ઈરાનના બુશહરમાં ફરી ધડાકા, ટ્રમ્પ-નેતન્યાહૂએ કરી ટેલિફોનિક વાતચીત
ઈરાનના બુશહરમાં ફરી ધડાકા, ટ્રમ્પ-નેતન્ય...
Jul 10, 2026
AIની વિશ્વના ટેક સેક્ટર પર અસર, 2026માં 1,20,000ની છટણી
AIની વિશ્વના ટેક સેક્ટર પર અસર, 2026માં...
Jul 10, 2026
Trending NEWS
10 July, 2026
10 July, 2026
10 July, 2026
10 July, 2026
10 July, 2026
10 July, 2026
10 July, 2026
10 July, 2026
10 July, 2026
09 July, 2026