24 કલાકમાં ચક્રવાત 'મિચોંગ' તમિલનાડુ પહોંચશે. IMDએ આપ્યુ યલો એલર્ટ

December 02, 2023

બંગાળની ખાડીમાંથી ઉદભવેલુ ચક્રવાત મિચૌંગ સક્રિય થઇ ગયુ છે. પરિણામે દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદ શરૂ થઇ ગયો છે. જો કે છેલ્લા 24 કલાકમાં મધ્ય વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યુ છે. તો બીજી તરફ તમિલનાડુમાં ચક્રવાત ત્રાટકે એવી સંભાવનાને પગલે મુખ્યમંત્રી સ્ટાલિને તૈયારીઓની સમીક્ષા કરી હતી.

ચક્રવાત મિચોંગ 24 કલાકમાં જ તમિલનાડુ પહોંચી જશે. જેના પરિણામે મધ્યમ અને ભાર વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર ચેન્નાઇમાં અતિભારે વરસાદ પડશે. ત્યારે વાવાઝોડુ 3 ડિસેમ્બર સુધીમાં દરિયાકાંઠા નજીક પહોંચશે. જેથી 3 અને 4 ડિસેમ્બર માટે આવનારા ચક્રવાત મિચોંગને ધ્યાનમાં રાખીને ઉત્તર કોસ્ટલ તમિલનાડુના રહેવાસીઓ માટે પહેલેથી જ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

તમિલનાડુમાં ભારે વરસાદની સંભાવનને પગલે તંત્ર સજ્જ બન્યું છે. તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિને 12 જિલ્લા વહીવટી વડાઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. CMએ અધિકારીઓને ભારે વરસાદ અંગે ચેતવણી આપી. તેમણે અધિકારીઓને પરિસ્થિતિને પહોંચી વળવા યોગ્ય નિર્દેશ આપ્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભારે વરસાદની સાથે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાનની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.