જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'

October 09, 2026

પ્રદર્શનકારીઓને રોકવા માટે લોકોના અવર-જવર પર નિયંત્રણો લાદવામાં આવ્યા

દિલ્હી ƒ કોકરોચ જનતા પાર્ટીએ શુક્રવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતાં આરોપ લગાવ્યો છે કે સરકાર 'જેન-ઝી' થી ડરી ગઈ છે. CJPએ કહ્યું કે દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ ઊભી કરી દેવામાં આવી છે. CJPએ શનિવારે જંતર-મંતર પર મોટા વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે, પરંતુ આ પ્રદર્શન માટે દિલ્હી પોલીસે પરવાનગી આપી નથી. આ અગાઉ રાજધાની દિલ્હી છાવણીમાં ફેરવાઈ ગઈ છે. પોસ્ટર જાહેર કરીને CJP એ પ્રદર્શનકારીઓને શનિવારે સવારે 10 વાગ્યે દિલ્હીના જંતર-મંતર પર ભેગા થવાની અપીલ કરી છે. CJPના સ્થાપક અભિજિત દીપકે સરકાર પર આકરા પ્રહારો કરતાં આરોપ લગાવ્યો કે, પ્રદર્શનકારીઓને રોકવા માટે લોકોના અવર-જવર પર નિયંત્રણો લાદવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકાર Gen Zથી ડરે છે.


અભિજિત દીપકે જણાવ્યું કે, CJPના કાર્યકર્તાઓ શનિવારે જંતર-મંતર પર પ્રદર્શન કરવાની પોતાની યોજના પર મક્કમ છે. તેમણે સરકારને પડકાર ફેંકતા કહ્યું, 'જો તમે યુવાનોથી આટલા ડરો છો, તો આખો દેશ જ બંધ કરી દો.' તેમણે 10 ઑક્ટોબરે સવારે 4 વાગ્યાથી બપોરે 2 વાગ્યા વચ્ચે નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશનો પર આવતી કેટલીક મેલ અને એક્સપ્રેસ ટ્રેનો રદ કરવાના નિર્ણયની પણ ટીકા કરી હતી.

CJPના સૌરવ દાસે દેશની વર્તમાન સ્થિતિની સરખામણી ઈમરજન્સી સાથે કરી હતી. તેમણે દાવો કર્યો કે, ભાજપ શાસિત રાજ્યોમાં પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી રહી છે, તો કેટલાકને ઘરમાં નજરકેદ કરી દેવાયા છે. દાસે કહ્યું, 'કોઈ ભ્રમમાં ન રહો. દેશમાં ઈમરજન્સી લાદી દેવામાં આવી છે અને દિલ્હીને કિલ્લામાં ફેરવી દેવાયું છે.'