પવિત્ર ચારધામ યાત્રાની ગાઇડલાઇન નક્કી કરાઇ, બુકિંગ પણ શરૂ

April 29, 2024

10મી મેથી ચાર ધામ યાત્રા શરૂ થવા જઈ રહી છે. આ માટે બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. જો કે, આ દરમિયાન સરકારે નોંધણીની મહત્તમ સંખ્યા નક્કી કરી છે. સરકારના જણાવ્યા અનુસાર, ચાર તીર્થસ્થળો પર દરરોજ નિશ્ચિત સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે નોંધણી કરાવી શકશે. સરકાર દ્વારા નિર્ધારિત માપદંડો અનુસાર, યમુનોત્રી- 9 હજાર, ગંગોત્રી- 11 હજાર, કેદારનાથ- 18 હજાર અને બદ્રીનાથ- 20 હજાર શ્રદ્ધાળુઓ દરરોજ નોંધણી કરાવી શકશે. અત્યાર સુધીમાં 16 લાખથી વધુ ભક્તોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. હેલિકોપ્ટર સેવાનું બુકિંગ પણ ફુલ થઈ ગયું છે.

ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ થયા બાદ કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટર સેવા માટેનું બુકિંગ પણ 20 એપ્રિલથી શરૂ કરવામાં આવ્યું છે. હેલિકોપ્ટર દ્વારા કેદારનાથ ધામ પહોંચવા માંગતા તમામ શ્રદ્ધાળુઓ 20 એપ્રિલથી હેલિકોપ્ટરનું બુકિંગ કરાવી રહ્યા છે. તમે આ વેબસાઇટ https://heliyatra.irctc.co.in/ પર જઈને હેલિકોપ્ટર સેવા બુક કરાવી શકો છો.