તમિલનાડુમાં ફેંગલ વાવાઝોડાની અસર, અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ
November 30, 2024
ચેન્નાઈ : ફેંગલ વાવાઝોડું શનિવારે (30મી નવેમ્બર) સાંજે 70-80 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તમિલનાડુ અને પુડુચેરી નજીક કરાઈકલ અને મહાબલીપુરમ વચ્ચેના દરિયાકાંઠાને પાર કરશે. આ દરમિયાન તમિલનાડુના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખરાબ હવામાનને કારણે ચેન્નાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને શનિવારે સાંજે 7 વાગ્યા સુધી અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે તમિલનાડુના નવ જિલ્લાઓની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
પ્રશાસને પુડુચેરીના દરિયાકાંઠે પણ સુરક્ષા વધારી દીધી છે. પુડુચેરીના વરિષ્ઠ પોલીસ અધિક્ષક કલાઈવાનને આ વિસ્તારના દરિયાકિનારા અને દરિયાકાંઠાના રસ્તાઓની મુલાકાત લીધી હતી. તમિલનાડુના લોકોને ચેન્નાઈના મરિના બીચ, પટ્ટિનપક્કમ અને એડવર્ડ ઈલિયટ બીચ સહિતના દરિયાકાંઢે ન જવાની સલાહ આપી હતી.
ચેન્નાઈમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ન્યૂ વોશરમેનપેટ, જેમિની ફ્લાયઓવર અને માઉન્ટ રોડ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. વાવાઝોડાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ અને ભારે પવનને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. ચેન્નાઈમાં શુક્રવાર રાતથી સતત ભારેથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે.
Related Articles
NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત
NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબ...
Jul 22, 2026
વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી
વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તા...
Jul 22, 2026
નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ...
Jul 22, 2026
દાન ચોરી બાદ રામ મંદિર ટ્રસ્ટના નવા પદાધિકારીઓ પર આજે નિર્ણય : ચંપત રાયના ઉત્તરાધિકારી સહિત CEOના નામ પર સસ્પેન્સ
દાન ચોરી બાદ રામ મંદિર ટ્રસ્ટના નવા પદાધ...
Jul 22, 2026
સિક્કિમમાં નિર્માણાધીન ટનલ ધસી પડતાં 20ના મોત, PM મોદી-અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાત કરી, મૃત્યુઆંક વધવાની આશંકા
સિક્કિમમાં નિર્માણાધીન ટનલ ધસી પડતાં 20ન...
Jul 22, 2026
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી વૈષ્ણોદેવી યાત્રા સળંગ ત્રીજા દિવસે સ્થગિત : શ્રદ્ધાળુઓ કટરામાં ફસાયા, બાણગંગાથી જ પરત ફર્યા
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી વૈષ્ણોદેવી...
Jul 22, 2026
Trending NEWS
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
21 July, 2026
21 July, 2026
20 July, 2026
20 July, 2026