UKમાં ઈસ્લામનો પ્રભાવ, રાજકીય લાભ માટે સત્તાધારી પાર્ટી કરી રહી છે આંખ આડા કાન
March 16, 2025
યુરોપના જે દેશોમાં મુસ્લિમોની વસ્તી વધુ છે એ દેશોને હવે રહી રહીને મુસ્લિમો સામે વાંધો પડી રહ્યો છે. બ્રિટનમાં ભારત વિરોધી જે પ્રવૃત્તિ થઈ એ દર્શાવે છે કે ત્યાંનો શાસક પક્ષ લેબર પાર્ટી ભારત વિરોધી તાકાતો પ્રત્યે કેટલો ઉદાર છે. શાસક પક્ષની એવી તો કઈ મજબૂરી હતી, એ જાણવા વાતમાં ઊંડા ઊતરવું પડશે. લેબર પાર્ટીએ ગયા વર્ષે 650 બેઠકોમાંથી 411 બેઠકો જીતીને સત્તા મેળવી હતી. છેલ્લા થોડા વર્ષોમાં વસ્તી વૃદ્ધિ, ઈમિગ્રેશન તેમજ શરણાર્થીના પ્રવાહને કારણે યુ.કે.માં મુસ્લિમોની વસ્તી નોંધપાત્ર વધી છે. મોટા ભાગના મુસ્લિમો લેબર પાર્ટીને મત આપે છે, તેથી તેમના મતની ગરજમાં લેબર પાર્ટી મુસ્લિમો વિરુદ્ધ પગલાં લેતી નથી. યુ.કે.ના મુસ્લિમો પણ આંખ મીંચીને લેબર પાર્ટીને મત આપી દે છે, એવુંય નથી. લેબર પાર્ટી વિશ્વના અન્ય દેશોમાં મુસ્લિમોને લગતા મુદ્દે કેવું વલણ અપનાવે છે,
એ જોઈને યુ.કે.ના મુસ્લિમો મત આપે છે. ઉદાહરણ તરીકે વર્ષ 2003માં અમેરિકાએ ઈરાક પર હુમલો કર્યો, ત્યારે લેબર પાર્ટીએ અમેરિકાની મદદ કરી હોવાથી એનો ખાર મુસ્લિમ મતદારોએ 200૩ ની ચૂંટણીમાં કાઢ્યો હતો. એ વખતે લેબર પાર્ટીને મળેલા મુસ્લિમ-મતોમાં ખાસ્સો ઘટાડો થયો હતો. એ ચૂંટણીમાં લેબર પાર્ટીની હાર થઈ હતી. વર્ષ 2019માં ચૂંટણી થયેલી ત્યારે લેબર પાર્ટી પેલેસ્ટાઈનના પક્ષે હોવાથી યુ.કે.ના 80 ટકા મુસ્લિમોએ લેબર પાર્ટીને મત આપીને જીતાડી દીધી હતી. તો યુ.કે. માં 2024 ની ચૂંટણી હતી એ સમયે ઈઝરાયલ-હમાસ યુદ્ધ ચાલતું હતું, જેમાં લેબર પાર્ટીએ સ્પષ્ટપણે હમાસની તરફેણ ન કરી હોવાથી તેને મળતા મુસ્લિમોના મતમાં નોંધપાત્ર કહેવાય એવો 17 ટકા જેટલો ઘટાડો થયો હતો.
યુ.કે.માં હાલત એવી છે કે, રાજકીય પાર્ટીએ મુસ્લિમ બહુમતી ધરાવતા મતવિસ્તારમાં જીતવું હોય તો મુસ્લિમ દાવેદાર જ ઊભો રાખવો પડે છે. નહીં તો મુસ્લિમો અપક્ષ મુસ્લિમ મતદારને ચૂંટી કાઢે. યુ.કે.ના મુસ્લિમો લેબર પાર્ટીને કરે છે એટલો સપોર્ટ અન્ય કોઈ પાર્ટીને કરતા નથી, આ કારણસર તેમના મહત્તમ મત મેળવવાની લાયમાં લેબર પાર્ટી મુસ્લિમોની અવળચંડાઈ સામે આંખ આડા કાન કર્યા કરે છે, અને એમાં તેઓ ભારતવિરોધી પ્રદર્શનોને પણ આડકતરું સમર્થન આપી બેસે છે.
Related Articles
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું
ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈ...
Jul 13, 2026
અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો
અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમ...
Jul 13, 2026
વિયેતનામ બોટ દુર્ઘટનાનો મોટો ખુલાસો, લાવા કંપનીની રિવોર્ડ ટ્રિપમાં ગયેલા 15 ભારતીયોના જીવ ગયા
વિયેતનામ બોટ દુર્ઘટનાનો મોટો ખુલાસો, લાવ...
Jul 13, 2026
બેંગકોકના પબમાં શોર્ટ સર્કિટ બાદ ભીષણ આગ લાગતાં ફસાયેલા 27 લોકોના કરૂણ મોત, વડાપ્રધાને આપ્યા તપાસના આદેશ
બેંગકોકના પબમાં શોર્ટ સર્કિટ બાદ ભીષણ આગ...
Jul 13, 2026
યુક્રેનના બંદરગાહ પર રશિયાનો હુમલો: કાર્ગો જહાજમાં ભયાનક આગ લાગી
યુક્રેનના બંદરગાહ પર રશિયાનો હુમલો: કાર્...
Jul 12, 2026
જહાજને ટાર્ગેટ કરાતા અમેરિકા ભડક્યું, ઈરાને પણ આપ્યો વળતો જવાબ
જહાજને ટાર્ગેટ કરાતા અમેરિકા ભડક્યું, ઈર...
Jul 12, 2026
Trending NEWS
13 July, 2026
13 July, 2026
13 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026
12 July, 2026