આવતીકાલથી શરુ થશે કાંકરિયા કાર્નિવલ, 34 હાઇ-ટેક કેમેરાથી ભીડ પર રખાશે નજર

December 24, 2025

અમદાવાદ : અમદાવાદના આંગણે 'કાંકરિયા કાર્નિવલ'નો આવતીકાલે પ્રારંભ થવા જઈ રહ્યો છે. આવતીકાલે સાંજે 7 કલાકે મુખ્યમંત્રી આ મહોત્સવને ખુલ્લો મૂકશે. મહત્ત્વનું છે કે, વર્ષ 2008માં આ ઉત્સવની શરુઆત કરાવી હતી, ત્યારથી આ કાર્નિવલ અમદાવાદીઓની ઓળખ બની ગયો છે. આ વખતે પણ ગુજરાતના જાણીતા સિંગરોના પર્ફોમન્સ અને અનેક સ્પર્ધા અહીં યોજાશે.

કાંકરિયા કાર્નિવલ દરમિયાન વિવિધ સ્ટેજ પર કાર્યક્રમો યોજાશે. સ્ટેજ નંબર 1 પર ગુજરાતના કલાકારો જેવા કે કીર્તિદાન ગઢવી, ગીતાબહેન રબારી, સંકેત ખાંડેગલ અને પાર્થ ઓઝા પોતાની પર્ફોમ કરશે. આ ઉપરાંત, સ્ટેજ નંબર 2 અને 3 પર નેલ આર્ટ, મહેંદી સ્પર્ધા, યોગા, ઝુમ્બા અને લાફિંગ ક્લબ જેવા અનેક કાર્યક્રમો તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.