મધ્ય પ્રદેશમાં 'લાડલી' બહેનોનો પ્રેમ જીત્યો, હિન્દુત્વના સહારે ફરી શિવ'રાજ', કોંગ્રેસનો રકાસ

December 03, 2023

મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થઈ જશે. ત્યારે, તેના માટે મતગણતરી હાથ ધરાઈ છે. તો 8 વાગ્યાથી ચૂંટણી વલણો પણ આવવાના શરૂ થઈ ગયા હતા. 230 વિધાનસભા બેઠકો ધરાવતા મધ્યપ્રદેશમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. મધ્યપ્રદેશમાં અગાઉ 2018માં ત્રિશંકુ

મધ્ય પ્રદેશમાં શિવરાજ સરકારે 'લાડલી' બહેનોનો પ્રેમ જીત્યો છે. મધ્યપ્રદેશ સરકાર મહિલાઓ માટે લાડલી બહેન નામની યોજના લાવી છે. જેમાં મધ્ય પ્રદેશમાં ‘લાડલી’ બહેન યોજના હેઠળ 1.31 કરોડ મહિલાઓને દર મહિને રૂ. 1250 આપવામાં આવે છે. સાત કરોડની વસતી ધરાવતા આ રાજ્યમાં લાડલી યોજનાની લાભાર્થી મહિલાઓના લાખો મત ભાજપને મળ્યા છે.

મધ્યપ્રદેશમાં ભાજપે અત્યાર સુધીના વલણમાં સપાટો બોલાવી દીધો છે. કોંગ્રેસની આશા પર પાણી ફેરવી નાખતાં શિવરાજ સિંહના નેતૃત્વ હેઠળની ભાજપ સરકાર ફરી મજબૂતાઈ સાથે સરકારમાં વાપસી કરે તેવા સંકેત મળી રહ્યા છે. ભાજપ હાલ 157 બેઠકો પર લીડ મેળવી રહ્યું છે જ્યારે કોંગ્રેસના ફાળે હજુ સુધી 69 બેઠકોની લીડ જ આવી છે. 

મધ્યપ્રદેશમાં ફરી ભાજપની સરકાર બનતી દેખાતા શિવરાજ સિંહ ચૌહાણે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમે ફરી સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. આ જનતા જનાર્દનનો વિજય છે. ભાજપના તમામ ઉમેદવારોને હું શુભેચ્છા પાઠવવા માગુ છું.  ભાજપના કાર્યાલયે જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપના રાજ્ય એકમના અધ્યક્ષ વી.ડી. શર્માએ  કહ્યું કે મધ્યપ્રદેશના લોકોના મનમાં મોદી વસે છે અનેે મોદીના મનમાં મધ્યપ્રદેશ. 

વિધાનસભાની સ્થિતિ સર્જાઈ હતી, જેમાં સૌથી વધુ બેઠકો મેળવનાર કોંગ્રેસે BSP, SP અને અપક્ષોના સમર્થનથી રાજ્યમાં સરકાર બનાવી હતી. જોકે ત્યારબાદ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાં બળવો કરી પોતાના સમર્થક ધારાસભ્યો સાથે ભાજપમાં સામેલ થતા કોંગ્રેસની કમલનાથ સરકાર 15 મહિનામાં પડી ભાંગી હતી. જ્યારે 2013ની ચૂંટણીમાં ભાજપની બહુમતી સાથે જીતી થઈ હતી. મધ્યપ્રદેશમાં બહુમતી મેળવવાનો આંકડો 116 છે.