મોદી સરકાર 3.0માં 72 સાંસદોને ફાળવાયા ખાતાં
June 10, 2024

દિલ્હી ઃ વડાપ્રધાન નિવાસસ્થાને મોદી કેબિનેટની પ્રથમ બેઠક યોજાઈ હતી, જેમાં તમામ 72 મંત્રીઓને મંત્રાલયોની ફાળવણી કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાર્મિક, લોક-ફરિયાદ અને પેન્શન, પરમાણુ, અવકાશ વિભાગ, નીતિવિષયક બાબતો અને નહીં ફાળવાયેલા તમામ વિભાગ સંભાળશે. જ્યારે અમિત શાહ, રાજનાથ સિંહ, નીતિન ગડકરી, એસ.જયશંકરના મંત્રાલયો યથાવત્ રખાયા છે. આ પહેલા વડાપ્રધાન મોદીએ કેબિનેટની પહેલી બેઠકમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લીધા હતા, જેમાં ત્રણ કરોડ ઘર બનાવવાનો, તમામ ઘરને એલપીજી અને વીજળી આપવાનો મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો.
1. રાજનાથ સિંહ- સંરક્ષણ મંત્રી.
2. અમિત શાહ- ગૃહ મંત્રી અને સહકાર મંત્રી
3. નીતિન જયરામ ગડકરી- રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી
4. જેપી નડ્ડા- આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી અને રસાયણ અને ખાતર મંત્રી
5. શિવરાજ સિંહ ચૌહાણ- કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અને ગ્રામીણ વિકાસ મંત્રી
6. નિર્મલા સીતારમણ- નાણા મંત્રી અને કોર્પોરેટ બાબતોના મંત્રી
7. ડૉ. સુબ્રમણ્યમ જયશંકર- વિદેશ મંત્રી
8. મનોહર લાલ- આવાસ અને શહેરી બાબતોના મંત્રી અને પાવર મંત્રી
9. એચડી કુમારસ્વામી- ભારે ઉદ્યોગ મંત્રી અને સ્ટીલ મંત્રી
10. પીયૂષ ગોયલ- વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી
11. ધર્મેન્દ્ર પ્રધાન- શિક્ષણ મંત્રી
12. જીતનરામ માંઝી- સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી
13. રાજીવ રંજન સિંહ ઉર્ફે લાલન સિંહ- પંચાયતી રાજ મંત્રી અને મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી
14. સર્બાનંદ સોનોવાલ- બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી
15. ડૉ. વીરેન્દ્ર કુમાર- સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી
16. કિંજરાપુ રામમોહન નાયડુ- નાગરિક ઉડ્ડયન મંત્રી
17. પ્રહલાદ જોશી- ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી અને નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી.
18. જુઅલ ઓરામ- આદિજાતિ બાબતોના મંત્રી
19. ગિરિરાજ સિંહ- કાપડ મંત્રી
20. અશ્વિની વૈષ્ણવ- રેલ્વે મંત્રી, માહિતી અને પ્રસારણ મંત્રી અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી
21. જ્યોતિરાદિત્ય એમ. સિંધિયા- સંચાર મંત્રી અને પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રી
22. ભૂપેન્દ્ર યાદવ- પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી
23. ગજેન્દ્ર સિંહ શેખાવત- સંસ્કૃતિ મંત્રી અને પર્યટન મંત્રી
24. અન્નપૂર્ણા દેવી- મહિલા અને બાળ વિકાસ મંત્રી
25. કિરેન રિજિજુ- સંસદીય બાબતોના પ્રધાન અને લઘુમતી બાબતોના પ્રધાન
26. હરદીપ સિંહ પુરી- પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી
27. ડૉ. મનસુખ માંડવિયા- શ્રમ અને રોજગાર મંત્રી અને યુવા બાબતો અને રમતગમત મંત્રી
28. જી. કિશન રેડ્ડી- કોલસા મંત્રી અને ખાણ મંત્રી
29. ચિરાગ પાસવાન- ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી
30. સી.આર. પાટીલ- જલ શક્તિ મંત્રી
રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) ને મળ્યા આ વિભાગ
1. રાવ ઈન્દ્રજીત સિંહ- આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), આયોજન મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને સંસ્કૃતિ મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
2. ડૉ. જિતેન્દ્ર સિંહ- વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્ય મંત્રી, રાજ્યમાં રાજ્ય મંત્રી કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય, ભારતમાં અણુ ઉર્જા વિભાગ અને અવકાશ વિભાગમાં રાજ્ય મંત્રી.
3. અર્જુન રામ મેઘવાલ- કાયદા અને ન્યાય મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને સંસદીય બાબતોના મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
4. જાધવ પ્રતાપરાવ ગણપતરાવ- આયુષ મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
5. જયંત ચૌધરી- કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને શિક્ષણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી.
રાજ્ય મંત્રી
1. જિતિન પ્રસાદ- વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય તથા ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયના રાજ્ય મંત્રી
2. શ્રીપદ નાઈક- ઉર્જા મંત્રાલયમાં રાજ્ય મંત્રી તથા ન્યૂ અને રિન્યુએબલ ઉર્જા મંત્રાલયમાં રાજ્ય મંત્રી
3. પંકજ ચૌધરી- નાણા મંત્રાલયમાં રાજ્ય મંત્રી
4. કિશન પાલ ગુર્જર- સહકારિતા મંત્રાલયમાં રાજ્ય મંત્રી
5 રામદાસ આઠવલે- સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયમાં રાજ્ય મંત્રી
6. રામનાથ ઠાકુર- કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી
7. નિત્યાનંદ રાય- ગૃહ મંત્રાલયમાં રાજ્ય મંત્રી
8. અનુપ્રિયા પટેલ- સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી તથા રસાયણ અને ફર્ટિલાઈઝર મંત્રાલયમાં રાજ્ય મંત્રી
9. વી સોમન્ના- જળ શક્તિ મંત્રાલયમાં રાજ્ય મંત્રી તથા રેલવે મંત્રાલયમાં રાજ્ય મંત્રી
10. ડો. ચંદ્રશેખર પેમ્મસાની- ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં રાજ્ય મંત્રી તથા સંચાર મંત્રાલયમાં રાજ્ય મંત્રી
11. એસ પી સિંહ બઘેલ- મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી મંત્રાલયમાં રાજ્ય મંત્રી તથા પંચાયત રાજ મંત્રાલયમાં રાજ્ય મંત્રી
12. શોભા કરલંદાજે- સુક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્ય મંત્રી તથા શ્રમ અને રોજગાર મંત્રાલયમાં રાજ્ય મંત્રી
13. કિર્તી વર્ધન સિંહ- પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલયમાં રાજ્ય મંત્રી તથા વિદેશ મંત્રાલયમાં રાજ્ય મંત્રી
14. બીએલ વર્મા- ગ્રાહકો મામલા, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયમાં રાજ્યમંત્રી
15. શાંતનુ ઠાકુર- પોર્ટ, જહાજરાની અને જળમાર્ગ મંત્રાલયમાં રાજ્ય મંત્રી
16. સુરેશ ગોપી- પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયમાં રાજ્ય મંત્રી તથા પર્યટન મંત્રાલયમાં રાજ્ય મંત્રી
17. એલ મુરુગન- સૂચના અને પ્રસારણ મંત્રાલયમાં રાજય મંત્રી તથા સંસદીય કાર્ય મંત્રાલયમાં રાજ્ય મંત્રી
18. અજય ટમ્ટા- રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયમાં રાજ્ય મંત્રી
19. બંદી સંજય કુમાર- ગૃહ મંત્રાલયમાં રાજ્ય મંત્રી
20- કમલેશ પાસવાન- ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં રાજ્ય મંત્રી
21- ભાગીરથ ચૌધરી- કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી
22. સતીષચંદ્ર દુબે- કોલસા મંત્રાલયમાં રાજ્ય મંત્રી તથા ખાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી
23. સંજય સેઠ- સંરક્ષણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી
24. રવનીત સિંહ બિટ્ટુ- ફૂડ પ્રોસિસિંગ ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલયમાં રાજ્ય મંત્રી તથા રેલવે મંત્રાલયમાં રાજ્ય મંત્રી
25. દુર્ગાદાસ ઉઈકે- જનજાતીય મામલાઓના મંત્રાલયમાં રાજ્ય મંત્રી
26. રક્ષા ખડસે- યુવા મામલા અને ખેલ મંત્રાલયમાં રાજ્ય મંત્રી
27. સુકાંતા મજૂમદાર- શિક્ષણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી તથા પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રાલયમાં રાજ્ય મંત્રી
28. સાવિત્રી ઠાકુર- મહિલા અને બાળ વિકાસ મંત્રાલયમાં રાજ્ય મંત્રી
29. તોખન સાહૂ- આવાસ અને શહેરી મામલાઓના મંત્રાલયમાં રાજ્ય મંત્રી
30. રાજભૂષણ ચૌધરી- જળ શક્તિ મંત્રાલયમાં રાજ્ય મંત્રી
31. ભૂપતિ રાજૂ શ્રીનિવાસ વર્મા- ભારે ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્ય મંત્રી તથા સ્ટીલ મંત્રાલયમાં રાજ્ય મંત્રી
32. હર્ષ મલ્હોત્રા- કોર્પોરેટ મામલાઓના મંત્રાલયમાં રાજ્ય મંત્રી તથા રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયમાં રાજ્ય મંત્રી
33. નીમુબેન બાંભણિયા- ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી
34. મુરલીધર મોહોલ- સહકારિતા મંત્રાલયમાં રાજ્ય મંત્રી અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં રાજ્ય મંત્રી
35. જ્યોર્જ કુરિયન- અલ્પસંખ્યક મામલાઓના મંત્રાલયમાં રાજ્ય મંત્રી અને મત્સ્ય પાલન, પશુપાલન અને ડેરી મંત્રાલયમાં રાજ્ય મંત્રી
36. પી. માર્ગારિટા- વિદેશ મંત્રાલયમાં રાજ્ય મંત્રી અને વસ્ત્ર મંત્રાલયમાં રાજ્ય મંત્રી
Related Articles
પહલગામ આતંકી હુમલા વચ્ચે ઉરીમાં ઘૂસણખોરીનો પ્રયાસ, એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર
પહલગામ આતંકી હુમલા વચ્ચે ઉરીમાં ઘૂસણખોરી...
Apr 23, 2025
35 વર્ષ બાદ પહેલી વખત આખું કાશ્મીર બંધ, આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં લોકોનો રસ્તા પર આવી વિરોધ
35 વર્ષ બાદ પહેલી વખત આખું કાશ્મીર બંધ,...
Apr 23, 2025
પહલગામમાં પર્યટકો પર હુમલો કરનાર આતંકવાદીઓના સ્કેચ જાહેર કરાયા
પહલગામમાં પર્યટકો પર હુમલો કરનાર આતંકવાદ...
Apr 23, 2025
આતંકીઓ ભારતમાં પ્રવેશી રાજૌરીથી ચત્રુ, પછી વાધવનથી પહેલગામ ગયા હોવાનું ગુપ્તચર એજન્સીએ જણાવ્યું
આતંકીઓ ભારતમાં પ્રવેશી રાજૌરીથી ચત્રુ, પ...
Apr 23, 2025
પહલગામ આતંકી હુમલો : અમિત શાહે શ્રીનગરમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપી
પહલગામ આતંકી હુમલો : અમિત શાહે શ્રીનગરમા...
Apr 23, 2025
પહલગામ આતંકવાદી હુમલામાં પિતા-પુત્ર સહિત 3 ગુજરાતીના મોત, આજે કાશ્મીર બંધનું એલાન
પહલગામ આતંકવાદી હુમલામાં પિતા-પુત્ર સહિત...
Apr 23, 2025
Trending NEWS

22 April, 2025

22 April, 2025

22 April, 2025

22 April, 2025

22 April, 2025

22 April, 2025

22 April, 2025

22 April, 2025

22 April, 2025

22 April, 2025