દેશમાં ચોમાસું ચાર દિવસ મોડું બેસશે, વાવાઝોડાને કારણે ચોમાસામાં વિલંબ

June 06, 2023

ભારતીય હવામાન વિભાગે કેરળમાં ચોમાસાની શરૂઆતની તારીખથી ત્રણથી ચાર દિવસ વિલંબની આગાહી કરી હતી. સામાન્ય રીતે, દક્ષિણપશ્ચિમ ચોમાસું લગભગ સાત દિવસના પ્રમાણભૂત વિચલન સાથે 1 જૂને રાજ્યમાં આવે છે. ડિપાર્ટમેન્ટ (IMD) એ મેના મધ્યમાં કહ્યું હતું કે તે 4 જૂન સુધીમાં કેરળ પહોંચી શકે છે.
 
4 જૂનને બદલે હવે 8 જૂને કેરળમાં ચોમાસુ બેસશે. અરબ સાગરમાં સાઇક્લોન આકાર લેતું હોવાથી વિલંબ. મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત 6 રાજ્યોમાં 3 દિવસ વરસાદની શક્યતા. 8 જૂન સુધીમાં કેરળ, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં વરસાદ પડશે. કર્ણાટક, તામિલનાડુ, ઓડિશામાં પણ વરસાદ થઇ શકે. સ્કાયમેટની આગાહી પ્રમાણે 9 જૂને ચોમાસુ કેરળ પહોંચી શકે. ત્યારબાદ 14-15 જૂને ચોમાસુ મહારાષ્ટ્ર આવી પહોંચશે