જનતા તથા વેપારી દાયકાઓ સુધી વિવિધ ટેક્સની જાળમાં ફસાયેલા હતા : PM મોદી
September 21, 2025
દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ GST સ્લેબમાં સુધારા લાગુ થયાના એક દિવસ અગાઉ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. PM મોદીએ સંબોધનની શરૂઆતમાં કહ્યું, કે 'નવરાત્રિના પ્રથમ દિવસથી GST બચત ઉત્સવ શરૂ થઈ રહ્યો છે. તમે તમારી મનપસંદ વસ્તુઓ ઓછા ભાવમાં ખરીદી શકશો. દેશના ગરીબ, મિડલ ક્લાસ, યુવાનો, ખેડૂતો, મહિલાઓ, વેપારીઑને આ બચત ઉત્સવનો લાભ મળશે. તહેવારોની સિઝનમાં સૌ કોઈનું મોં મીઠું થશે.'
PM મોદીએ વધુમાં કહ્યું, કે ભારતના દેશની જનતા તથા વેપારી દાયકાઓ સુધી વિવિધ ટેક્સની જાળમાં ફસાયેલા હતા. એક શહેરથી બીજા શહેરમાં માલ-સામાન પાઠવવો હોય તો અનેક મંજૂરીઓ લેવી પડતી તથા ટેક્સ ભરવા પડતાં. વિવિધ સ્થળો પર ટેક્સના જુદા જુદા નિયમો હતા. 2014માં એક કંપનીને કોઈ માલ-સામાન બેંગલુરુથી હૈદરાબાદ મોકલવો હોય તો, માલ-સામાન બેંગલુરુથી સીધું જ હૈદરાબાદ મોકલો તેની સરખામણીમાં માલ-સામાન પહેલા યુરોપ મોકલી ત્યાંથી હૈદરાબાદ મોકલવો સરળ પડતો.
PM મોદીએ કહ્યું, કે 'દેશની વર્તમાન જરૂરિયાત અને ભવિષ્યના સપનાઓને જોતાં GSTમાં સુધારા લાગુ થશે. હવેથી માત્ર 5 અને 18 ટકા એમ બે જ સ્લેબ રહેશે. ખાણીપીણીનો સામાન, દવાઓ, સાબુ, બ્રશ, આરોગ્ય વીમા સહિત અનેક સામાન-સેવાઓ સસ્તી થઈ જશે. જે સામાન અગાઉ 12 ટકા ટેક્સ લગાવાતો હતો, તેમાંથી 99 ટકા વસ્તુઓ હવે 5 ટકા સ્લેબમાં સમાવાઈ છે.
આ વર્ષે જ સરકારે 12 લાખ રૂપિયાની સુધીની આવક પર આવકવેરા પર રાહત આપી. હવે GSTમાં સુધારાના કારણે લોકોને ડબલ ગિફ્ટ મળી છે. ઘર માટે ટીવી, ફ્રિજ, બાઈક કે કાર ખરીદવી સસ્તી થઈ જશે. હવે ફરવા જવું પણ સસ્તું થઈ જશે કારણ કે હોટલ રૂમના ભાડા પર પણ GST ઘટાડવામાં આવ્યો છે. મને ખુશી છે કે આ સુધારાથી વેપારીઓ પણ ખુશ છે.
Related Articles
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લાબોલ: CJIનો ઈનકાર છતાં રાહુલ ગાંધી સહિતના નેતાઓની સુપ્રીમ કોર્ટ તરફ કૂચ
જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ દિલ્હીમાં ફરી હલ્લ...
Oct 12, 2026
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝર એક્શન પર ભડક્યાં ભાજપના દિગ્ગજ શિવરાજ
'જુલમ, અન્યાયની હદ વટાવી દીધી...' બુલડોઝ...
Oct 12, 2026
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ મંત્રાલયે 3 નવા સ્થળ નક્કી કર્યા
જંતર-મંતર પર હવે ધરણાં નહીં થઈ શકે, ગૃહ...
Oct 12, 2026
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો...’, 4 કારણો આપીને રાહુલ ગાંધી-ખડગે સાથે મુલાકાતનો ચીફ જસ્ટિસનો ઈનકાર
‘કોર્ટના દરવાજા ખુલ્લા જ છે, અરજી કરો......
Oct 12, 2026
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા પર ઉતરશે',- અભિજિત દીપકે
કોઈ બોન્ડ સાઈન નથી કર્યો, CJP ફરી રસ્તા...
Oct 11, 2026
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બેંક ફાટતા ભભૂકી આગ, ઈમરજન્સી લેન્ડિંગ
દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઇટમાં પાવર બે...
Oct 11, 2026
Trending NEWS
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
12 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026
11 October, 2026