Breaking News :
શેરબજારમાં કડાકા વચ્ચે વાયદા બજારમાં 3 દિવસમાં સોનું 4000 તો ચાંદી 10,000 રૂપિયા મોંઘી વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ

તોફાન મચાવશે તબાહી, સ્કુલ-કોલેજ બંધ 7 રાજ્ય હાઈ એલર્ટ પર

November 30, 2024

દેશના 7 રાજ્ય માટે આજનો દિવસ થોડો ચિંતા જનક રહેશે કારણ કે બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન Fengal તબાહી મચાવવા માટે તૈયાર છે. આજે વાવાઝોડું પુડુચેરીના કરાઈકલ અને તમિલનાડુના મહાબલીપુરમના દરિયાકાંઠે ટકરાશે. તેની અસરને કારણે લગભગ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને કેરળ, તમિલનાડુ, પુડુચેરી, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગણા અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ભારે વરસાદ થશે.

હવામાન વિભાગે આ રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવી છે. તમિલનાડુ અને પુડુચેરીમાં આજે શાળા અને કોલેજો બંધ રહેશે. ચોમાસાની સીઝન સમાપ્ત થયા પછી ભારતને અસર કરનારું આ બીજું તોફાન છે. આ પહેલા ઓક્ટોબરના અંતિમ દિવસોમાં ચક્રવાતી તોફાન દાના આવ્યું હતું, જેણે ઓડિશા અને મહારાષ્ટ્રમાં તબાહી મચાવી હતી. હવે નવેમ્બર મહિનામાં ચક્રવાત ફેંગલ તબાહી મચાવવા માટે તૈયાર છે અને તમામ 7 રાજ્ય હાઈ એલર્ટ પર છે.

તમિલનાડુ અને પુડુચેરી સરકારે હવામાન વિભાગના એલર્ટને ધ્યાનમાં રાખીને 30 નવેમ્બરે શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. રાજ્યભરમાં રાહત શિબિરો ગોઠવવામાં આવી છે. ચેન્નાઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટુ જિલ્લામાં શાળાઓ અને કોલેજો બંધ રહેશે. આ શહેરોમાં ન તો કોઈ પરીક્ષા હશે કે ન કોઈ કોચિંગ ક્લાસ. તમિલનાડુ સરકારે 30 નવેમ્બરની બપોરથી ઈસ્ટ કોસ્ટ રોડ (ECR) અને ઓલ્ડ મહાબલીપુરમ રોડ (OMR) સહિતના મુખ્ય માર્ગો પર જાહેર પરિવહન સેવાઓ સ્થગિત કરી દીધી છે. બીચની નજીકથી પસાર થતા રસ્તાઓ અસ્થાયી રૂપે બંધ રહેશે.