સુપ્રીમ કોર્ટે બંગાળની મમતા સરકાર વિરુદ્ધના હાઇકોર્ટના આદેશનો ભાગ રદ કર્યો

April 09, 2025

સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ કેબિનેટ દ્વારા વધારાના પદો ઊભા કરવાના નિર્ણયની સીબીઆઇ તપાસ માટેના કલકત્તા હાઇકોર્ટના આદેશના એક ભાગને રદ કરી દીધો છે. સાથે જ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અદાલતોએ કેબિનેટના નિર્ણયોની તપાસ ન કરાવવી જોઈએ. આ એનું કામ નથી. જોકે, સુપ્રીમ કોર્ટે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં 25,753 શિક્ષકો અને કર્મચારીઓની નિમણૂકના અન્ય પાસાંની બાબતમાં સીબીઆઇ તપાસ ચાલુ રહેશે.  હકીકતમાં, કલકત્તા હાઇકોર્ટના ચુકાદાના એ ભાગને રદ કરવામાં આવ્યો છે,

રાજ્ય સરકાર દ્વારા સંચાલિત અને સહાયવાળી સ્કૂલોમાં વધારાનાં પદો ઊભા કરવાના પશ્ચિમ બંગાળ કેબિનેટના નિર્ણયની સીબીઆઇ તપાસનો આદેશ અપાયોે હતો. જોકે, સુપ્રીમ કોર્ટે એ સ્પષ્ટ કર્યું કે 25,753 શિક્ષકો અને કર્મીઓની નિયુક્તિ સાથે સંકળાયેલા અન્ય પાસાંઓની સીબીઆઇ તપાસ ચાલુ રહેશે.  આ વધારાના પદોનો અર્થ એવાં પદ છે જે કામચલાઉ છે. જે કોઈ એવા કર્મચારીને સમાવવા માટે ઊભું કરવામાં આવ્યું હોય, જે કોઈ એવા જ કાયમી પદ માટે હકદાર હોય અને તેનું વર્તમાન સમયે કોઈ અસ્તિત્વ ન હોય.