'આજની જીત ઐતિહાસિક... આ ચાર જાતિઓને સશક્ત કરવાથી જ દેશ મજબૂત થશે',- મોદી
December 03, 2023

વડાપ્રધાન મોદીની આગેવાનીમાં ભાજપને ખુબ મોટી જીત મળીઃ નડ્ડા
દિલ્હી : રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. જ્યારે તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટી સૌથી આગળ ચાલી રહી છે. ત્યારે ભાજપ વિજયોત્સવ મનાવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, અમિત શાહ અને રાજનાથ સિંહ ભાજપ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. ભાજપ હેડક્વાર્ટર પહોંચેલા નરેન્દ્ર મોદીનું કાર્યકર્તાઓ દ્વારા જબરદસ્ત સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના સ્વાગતમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. અહીં તેમણે પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.
ત્રણ રાજ્યોમાં ભાજપની જીત પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજની જીત અભૂતપૂર્વ અને ઐતિહાસિક છે. આજની જીત સુશાસનની જીત છે. વંચિતોના વિશ્વાસની જીત છે. સબકા સાથ, સબકા વિકાસની ભાવનાની જીત થઈ છે.
વિકસિત ભારતના અવાજની જીત થઈ છે. આત્મનિર્ભર ભારતના સંકલ્પની જીત થઈ છે. આજે તમામ ગરીબ કહી રહ્યા છે કે, તેઓ ખુદ જીત્યા છે. આજે તમામ વંચિતના મનમાં ભાવના છે કે, તેઓ ખુદ જીત્યા છે. આજે તમામ ખેડૂતો વિચારી રહ્યા છે કે, તેઓ ખુદ જીત્યા છે. આજે તમામ આદિવાસી ભાઈ-બહેન એ વિચારે છે કે, તેઓ ખુદ જીત્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ ચૂંટણીમાં દેશને જાતિઓમાં વહેંચવાના ખુબ પ્રયાસ થયા, પરંતુ હું સતત કહી રહ્યો હતો કે, મારા માટે દેશમાં ચાર જાતિઓ જ સૌથી મોટી જાતિઓ છે. જ્યારે હું આ ચાર જાતિઓની વાત કરું છું ત્યારે આપણી નારી, યુવાન, ખેડૂત અને ગરીબ પરિવાર આ ચાર જાતિઓને સશક્ત કરવાથી જ દેશ સશક્ત થવાનો છે.
વડાપ્રધાને કહ્યું કે, આજે દેશના યુવાનોમાં ભરોસો સતત વધી રહ્યો છે, ભાજપ જ તેમની આકાક્ષાઓ સમજે છે, તેમના માટે કામ કરે છે. દેશનો યુવા એ જાણે છે કે, ભાજપની સરકાર યુવાનોનું હિત ઈચ્છે છે, યુવાનો માટે નવા અવસરો બનાવનારી છે.
Related Articles
પાકિસ્તાન જાત પર ઊતર્યું:રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું, ઉરી સેક્ટરમાં હોટલ પાસે શૅલ ફેંક્યો,
પાકિસ્તાન જાત પર ઊતર્યું:રહેણાંક વિસ્તાર...
May 09, 2025
પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો:લાહોર સહિત અનેક શહેર પર મિસાઈલો છોડી; લોકોને સરહદ પર બંકરોમાં ખસેડવામાં આવ્યા
પાકિસ્તાન પર ભારતનો ચોતરફી હુમલો:લાહોર સ...
May 09, 2025
ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પર હુમલો
ભારતનો લાહોર-કરાચી-ઈસ્લામાબાદ-સિયાલકોટ પ...
May 09, 2025
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ નિષ્ફળ, ભારતમાં કોઈ નુકસાન નહીં: સંરક્ષણ મંત્રાલય
પાકિસ્તાન દ્વારા મિસાઇલ હુમલાનો પ્રયાસ ન...
May 09, 2025
પાકિસ્તાનનાં 10 ડ્રોનનું સૂરસૂરિયું,જેસલમેરમાં એકસાથે તમામનો ખાતમો, હવામાં જ ઊડાવી દીધા
પાકિસ્તાનનાં 10 ડ્રોનનું સૂરસૂરિયું,જેસલ...
May 09, 2025
Trending NEWS

07 May, 2025