ટ્રેન દુર્ઘટના: આંધ્ર પ્રદેશના CMનુ મૃતકોના પરિવારને 10 લાખનું વળતરનું એલાન

June 04, 2023

દિલ્હી- ઓડિશામાં 2 જૂનના રોજ થયેલા ભયાનક ટ્રેન અકસ્માતમાં 288 લોકોએ જીવ ગુમાવ્યો છે અને એક હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. આ બધા માટે પીએમઓ અને રેલવે મંત્રાલય દ્વારા વળતરની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હવે આંધ્ર પ્રદેશના સીએમ વાયએસ જગન મોહન રેડ્ડીએ જાહેરાત કરી છે કે તેમની સરકાર પણ ટ્રેન દુર્ઘટનાના પીડિતોને વળતર આપશે.
આંધ્રપ્રદેશ સરકાર દ્વારા પણ ટ્રેન દુર્ઘટનાના પીડિતો માટે વળતરની જાહેરાત કરવામાં આવી છે. સીએમઓ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના નજીકના પરિવારને 10-10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 5 લાખ રૂપિયા અને નાની ઈજાગ્રસ્તોને એક લાખ રૂપિયા આપવામાં આવશે.


ઓડિશામાં આ ભયાનક ટ્રેન દુર્ઘટનામાં 288 લોકોએ જીવ ગુમાવ્યા છે. રેલવે મંત્રાલય વતી મૃતકોના પરિજનોને વળતરની રકમ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિજનોને 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ ઉપરાંત આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને બે લાખ રૂપિયાનું સહાયઆપવામાં આવશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ અકસ્માતને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો અને એમ પણ કહ્યું કે, અકસ્માતમાં જાન ગુમાવનારાઓના નજીકના પરિવારને 10-10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઈજાગ્રસ્તોને 2 લાખ રૂપિયા, સામાન્ય ઈજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાય આપવામાં આવશે.