ઇઝરાયલે અમેરિકાનેપૂછ્યા વિના’ ઇરાનના ગેસ ફિલ્ડ પર હુમલો કરતા ટ્રમ્પ નારાજ
March 20, 2026
ન્યુ યોર્ક ઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધમાં ઈરાનના ગેસ ફિલ્ડ પર ઇઝરાયલે હુમલો કર્યા બાદ અમેરિકા-ઇઝરાયલ વચ્ચે સર્જાયેલો તણાવ ફરી એકવાર સપાટી પર આવી ગયો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, આ હુમલાની અમને અગાઉથી જાણ નહોતી.’ બીજી તરફ, ઇઝરાયલનો દાવો છે કે, આ હુમલો કરવા માટે બંને દેશે વાતચીત કરી હતી.’ આ મુદ્દે બંને દેશના વડા વચ્ચે થયેલી શાબ્દિક ખેંચતાણ ચર્ચાને ચકડોળે ચઢી છે.
વિશ્વના સૌથી મોટા ગેસ ફિલ્ડ એવા ઈરાનના દક્ષિણ પાર્સ પરના હુમલા બાદ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા આ કાર્યવાહી વિશે ચોક્કસ કશું જાણતું ન હતું.’ ત્યાર પછી તેમણે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને સીધી ચેતવણી આપતા કહ્યું કે,ઈરાનના ગેસ ફિલ્ડ પર વધુ હુમલા ના થવા જોઈએ. હું તમને આવું નહીં કરવાની સલાહ આપું છું. અને હવે આવું નહીં કરતા. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકા અને ઇઝરાયલ સ્વતંત્ર છે, પરંતુ સારી રીતે હળીમળીને રહે છે. ઈરાનના ગેસ ક્ષેત્ર પર ઇઝરાયલે એકલા હાથે હુમલો કર્યો હોવાથી એવી ચર્ચા શરૂ થઈ છે કે ઇઝરાયલે અમેરિકાને જણાવ્યા વિના આ પગલું ભરીને અમેરિકાને વધુ આકરા સંઘર્ષમાં ખેંચવાનો પ્રયાસ કર્યો છે. આ ચર્ચાના સંદર્ભમાં નેતન્યાહૂએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, અમેરિકાને ઈઝરાયલ દ્વારા યુદ્ધમાં ખેંચવાના આરોપો ખોટા છે, અમેરિકાએ શું કરવું જોઈએ તે તો કોઈ પણ કહી ન શકે.’ નેતન્યાહૂએ સ્વીકાર્યું હતું કે ટ્રમ્પે ભવિષ્યમાં હુમલા ન કરવાનું કહ્યું છે અને અમે તેનું પાલન કરીશું.
Related Articles
સરહદ વિવાદ મુદ્દે ભારતના કડક વલણ બાદ નેપાળના બાલેન શાહનો યુટર્ન, હવે કહ્યું- ત્રીજા પક્ષની કોઈ જરૂર નથી
સરહદ વિવાદ મુદ્દે ભારતના કડક વલણ બાદ નેપ...
Jun 22, 2026
એવો ભૂકંપ કે આખો દેશ એક બાજુ ખસકી ગયો, 6 કિ.મી. દૂર પહોંચ્યો, વિજ્ઞાનીઓનો ધડાકો
એવો ભૂકંપ કે આખો દેશ એક બાજુ ખસકી ગયો, 6...
Jun 22, 2026
બ્રિટનના રાજકારણમાં ભૂકંપ: PM કીર સ્ટાર્મરે આપ્યું રાજીનામું, પાર્ટી અધ્યક્ષ પદ પણ છોડ્યું
બ્રિટનના રાજકારણમાં ભૂકંપ: PM કીર સ્ટાર્...
Jun 22, 2026
કતારના બરજાન ગેસ પ્લાન્ટમાં ગેસ ટર્મિનલ ફરી ચાલુ કરતી વખતે વિસ્ફોટ, 54 કર્મચારીઓ ઘાયલ, 18 લાપતા
કતારના બરજાન ગેસ પ્લાન્ટમાં ગેસ ટર્મિનલ...
Jun 22, 2026
કતાર અને પાકિસ્તાનની મધ્યસ્થતાની અસર: અમેરિકા અને ઈરાન વચ્ચે 60 દિવસમાં ફાઈનલ ન્યૂક્લિયર ડીલ કરવા સંમતિ
કતાર અને પાકિસ્તાનની મધ્યસ્થતાની અસર: અમ...
Jun 22, 2026
અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણાની અસર: ક્રૂડ ઓઇલ 80 ડૉલર નીચે ગગડતાં શેરબજાર અને સોના-ચાંદીમાં મોટો ઉછાળો
અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણાની અસર: ક્રૂડ...
Jun 22, 2026
Trending NEWS
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
22 June, 2026
21 June, 2026
21 June, 2026