ટ્રમ્પે શાંતિ કરારને ઐતિહાસિક જીત ગણાવતા ઈરાનની સ્પષ્ટતા, કહ્યું- 'અમારી આંગળીઓ હજુ ટ્રિગર પર'
April 08, 2026
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના યુદ્ધવિરામને મધ્ય પૂર્વના ‘પથ્થર યુગ’થી ‘સુવર્ણ યુગ’ તરફ જવાની શરૂઆત ગણાવી છે. ટ્રમ્પે 8 એપ્રિલ 2026ના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર જાહેરાત કરી કે, યુએસ-ઈરાન વચ્ચેનો યુદ્ધવિરામ એ વિશ્વ શાંતિ માટે મોટો દિવસ છે. મને આશા છે કે, આ શાંતિ કરારથી મધ્ય પૂર્વમાં પુનઃનિર્માણ અને આર્થિક વિકાસના નવા દ્વાર ખુલશે.
આ શાંતિ કરારની મુખ્ય શરત વિશ્વના 20% ઓઇલ બિઝનેસ માટે મહત્ત્વની હોર્મુઝ સ્ટ્રેટને તાત્કાલિક ખોલવાની છે. ટ્રમ્પે કહ્યું છે કે, અમેરિકા અહીં ટ્રાફિક વ્યવસ્થામાં મદદ કરશે. આ સાથે ઈરાનમાં પુનઃનિર્માણ પ્રક્રિયા શરૂ થવાથી જંગી નફો થશે, જેમાં અમેરિકા તમામ પ્રકારની સામગ્રી પૂરી પાડવાની ખાતરી આપે છે. નોંધનીય છે કે, આ યુદ્ધવિરામ બે અઠવાડિયા માટે છે. હવે 10 એપ્રિલના રોજ પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં બંને દેશ વચ્ચે સીધી વાતચીત થવાની શક્યતા છે. તેનું કારણ એ છે કે, આ ડીલ કરવામાં પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે બે અઠવાડિયાના યુદ્ધવિરામ પર સહમતિ બની ગઈ છે. આ વચ્ચે ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈને દેશની તમામ સૈન્ય એકમોને તાત્કાલિક ફાયરિંગ રોકવાનો આદેશ આપ્યો છે. રાજ્ય સંચાલિત પ્રસારક ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાન બ્રોડકાસ્ટિંગ (IRIB) પર નિવેદન જાહેર કરીને ખામેનેઈએ કહ્યું કે, આ યુદ્ધનો અંત નથી, પરંતુ તમામ સૈન્ય શાખાઓને સર્વોચ્ચ નેતાના આદેશનું પાલન કરતાં ફાયરિંગ બંધ કરવી જોઈએ.
ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ(SNSC) એ 8 એપ્રિલ 2026ના રોજ પુષ્ટિ કરી કે, અમે બે સપ્તાહના યુદ્ધવિરામ માટે તૈયાર છીએ. જો કે, ટ્રમ્પે આ ડીલને શાંતિ કરારની રીતે નહીં, પરંતુ અમેરિકાની ઐતિહાસિક જીત ગણાવતા હોય એ રીતે રજૂ કરી છે. એટલું જ નહીં, ટ્રમ્પે તો ત્યાં સુધી કહ્યું છે કે, ઈરાને અમેરિકાના 10 મુદ્દાના શાંતિ પ્રસ્તાવને સ્વીકારવા મજબૂર થવું પડ્યું છે.
Related Articles
અમેરિકામાં એર શૉ દરમિયાન સંકલનના અભાવે 2 ફાઇટર જેટ વચ્ચે હવામાં ભયાનક ટક્કર, ચારેય ક્રૂ સભ્યો સુરક્ષિત
અમેરિકામાં એર શૉ દરમિયાન સંકલનના અભાવે 2...
May 18, 2026
ચીનમાં ભૂકંપનો કહેર: 5.2ની તીવ્રતાના આંચકા આવવાના કારણે ઇમારતો ધરાશાયી, 2 લોકોએ જીવ ગુમાવ્યા
ચીનમાં ભૂકંપનો કહેર: 5.2ની તીવ્રતાના આંચ...
May 18, 2026
ભારતે સ્થાનિક બજારમાં કિંમતો નિયંત્રિત કરવા ખાંડની નિકાસ પર મૂકેલા પ્રતિબંધથી નેપાળમાં સંકટ સર્જાયું
ભારતે સ્થાનિક બજારમાં કિંમતો નિયંત્રિત ક...
May 18, 2026
યુરેનિયમ સોંપો, વળતર નહીં મળે, સંપત્તિ અનફ્રીઝ નહીં થાય, યુએસની 5 શરતો
યુરેનિયમ સોંપો, વળતર નહીં મળે, સંપત્તિ અ...
May 18, 2026
અમેરિકા-ઈરાન વચ્ચે 5-5 ડિમાન્ડને લીધે સીઝફાયર અધ્ધરતાલ
અમેરિકા-ઈરાન વચ્ચે 5-5 ડિમાન્ડને લીધે સી...
May 17, 2026
યુક્રેનનો રશિયા પર 1000થી વધુ ડ્રોનથી હુમલો, 1 ભારતીયનું મોત
યુક્રેનનો રશિયા પર 1000થી વધુ ડ્રોનથી હુ...
May 17, 2026
Trending NEWS
17 May, 2026
16 May, 2026