Breaking News :
આંધ્ર પ્રદેશમાં કોરોનાથી 2 મોત બાદ તકેદારી રાખવા અપીલ, ઓડિશામાં રથયાત્રાને પગલે હાઈ એલર્ટ લોર્ડ્સમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઈતિહાસ: ઈંગ્લેન્ડને 270 રને હરાવી ટેસ્ટ જીતનારી વિશ્વની પહેલી મહિલા ટીમ બની રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર!

ટ્રમ્પે કોર્ટનો નિર્ણય પણ ન માન્યો, જજના આદેશનો કર્યો અનાદર, હજારો ઈમિગ્રન્ટ્સને ડિપોર્ટ કર્યા

March 17, 2025

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફેડરલ કોર્ટનો નિર્ણય પણ માની રહ્યા નથી. ફેડરલ કોર્ટના જજે ડિપોર્ટેશન પર રોક લગાવવાનો આદેશ આપ્યો હોવા છતાં ટ્રમ્પ સરકારે સેંકડો ઈમિગ્રન્ટ્સને અલ સાલ્વાડોરમાં ડિપોર્ટ કર્યા છે. આ ડિપોર્ટેશન પ્રક્રિયા કોર્ટના નિર્ણયની વિરૂદ્ધમાં હાથ ધરાઈ હતી.

ડોનાલ્ડ ટ્રમ્પની કોર્ટનો આદેશ ન માનવા બદલ ચારેકોર ટીકાઓ થઈ રહી છે, એવામાં ટ્રમ્પ સરકારે પોતાનો લૂલો બચાવ કરતાં કહ્યું કે, આ ડિપોર્ટેશન પ્રક્રિયા એવા સમયે હાથ ધરાઈ હતી, જ્યારે કોર્ટ ચુકાદો આપી રહી હતી. કોર્ટનો ચુકાદો જાહેર થાય તે પહેલાં જ આ ઈમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરતું વિમાન ટેક-ઓફ થઈ ચૂક્યુ હતું.

રિપોર્ટ અનુસાર, અમેરિકાના ડિસ્ટ્રિક્ટ જજ જેમ્સ ઈ બોસબર્ગે શનિવારે ઈમિગ્રેશન પર અસ્થાયી રૂપે પ્રતિબંધ લાદવાનો આદેશ આપ્યો હતો. જો કે, ટ્રમ્પ સરકારે બે વિમાનમાં ઈમિગ્રન્ટ્સને ડિપોર્ટ કર્યા હતા. આ બાબતે ટ્રમ્પના વકીલોએ જણાવ્યું હતું કે, ઈમિગ્રેશનને લઈને બે વિમાન પહેલાં જ ટેક-ઓફ થી ગયા હતા. જેમાં એક અલ સાલ્વાડોર અને એક હોન્ડુરાસમાં ડિપોર્ટ થયુ હતું.