ટ્રમ્પનો ઈરાનને પડકાર: 'અમારા ફાઈટરને એકલા નહીં છોડીએ', દુર્ગમ પહાડોમાંથી એરમેનનું સફળ રેસ્ક્યુ
April 06, 2026
ગયા શુક્રવારે ઈરાન દ્વારા અમેરિકન એરફોર્સના શક્તિશાળી ફાઈટર જેટ F-15E સ્ટ્રાઈક ઈગલને તોડી પાડવામાં આવ્યા બાદ પશ્ચિમ એશિયામાં ભારે તણાવ સર્જાયો હતો. આ ઘટનામાં વિમાનના પાયલટ અને વેપન સિસ્ટમ ઓફિસર ઈજેક્ટ થયા બાદ ઈરાની સરહદના અત્યંત દુર્ગમ પહાડી વિસ્તારોમાં ગુમ થયા હતા. અમેરિકાએ તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય પાયલટને તો તુરંત બચાવી લીધો હતો, પરંતુ તેની સાથેના સ્પેશ્યલ ફોર્સના એરમેન અને વેપન સિસ્ટમ ઓફિસરનો પત્તો મેળવવો પડકારજનક હતો. સતત ૩૬ કલાકની સઘન જહેમત અને અત્યંત જોખમી 'ડેરિંગ ઓપરેશન' બાદ શનિવારે રાત્રે આ બીજા સૈનિકને પણ ઈરાની સીમામાંથી સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો હતો.
આ સફળતા અંગે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ગૌરવ વ્યક્ત કરતા લખ્યું હતું કે, આ બહાદુર વોરિયર દુશ્મનની સીમામાં પહાડોના દુર્ગમ વિસ્તારમાં ફસાયેલો હતો, પરંતુ તે ક્યારેય એકલો નહોતો. અમેરિકન સેના ચોવીસે કલાક તેની સાથે સંપર્કમાં હતી. ટ્રમ્પના સીધા આદેશ બાદ અમેરિકાએ એક ડઝનથી વધુ એરક્રાફ્ટ અને દુનિયાના સૌથી ખતરનાક શસ્ત્રો સાથે ઈરાન તરફ રવાના કર્યા હતા. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે અમેરિકાના ઈતિહાસમાં દુશ્મનની સીમામાંથી બે પાયલટને બચાવવાનું આ અત્યાર સુધીનું સૌથી મોટું અને સફળ ઓપરેશન છે.
આ ઓપરેશન દ્વારા અમેરિકાએ ઈરાનના આકાશમાં પોતાની શક્તિ અને વર્ચસ્વ સાબિત કર્યું છે. બચાવવામાં આવેલા સૈનિકને કેટલીક ઈજાઓ થઈ છે પરંતુ તે સુરક્ષિત છે. ટ્રમ્પે વધુમાં ઉમેર્યું હતું કે અમે અમારા ફાઈટર્સને ક્યારેય એકલા નહીં છોડીએ અને સૌથી મહત્વની વાત એ છે કે આટલા મોટા અને જોખમી મિશનમાં અમે એક પણ સૈનિક ગુમાવ્યો નથી. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે અમેરિકન મિલિટરી દુનિયાની સૌથી પ્રોફેશનલ અને ઘાતક સેના છે, જેના કારણે આજે દરેક અમેરિકન ગર્વની લાગણી અનુભવી રહ્યો છે.
Related Articles
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની ધમકી, ઈરાનને કોઈ પણ માહિતી આપશો તો કડક પ્રતિબંધો લાદીશું
હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને અમેરિકાની...
Aug 25, 2026
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂરિઝમ વીઝા રદ્દ કરવાની ટ્રમ્પની તૈયારી
અમેરિકામાં 2 લાખ વિદેશીઓના બિઝનેસ અને ટૂ...
Aug 25, 2026
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી પડ્યું, રિફ્યૂઅલ કામ ઠપ્પ થતાં અનેક વિમાનો અટકી પડ્યા
ન્યૂયોર્કના બફેલો એરપોર્ટ પર ફ્યુઅલ ખૂટી...
Aug 24, 2026
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરારના મેમોરેન્ડમનું સમર્થન કર્યું
મસૂદ પેઝેશ્કિયાને અમેરિકા સાથે થયેલા કરા...
Aug 23, 2026
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુનિયાદારી સમજાવશે
ચેટજીપીટી બાદ એઆઈની નવી દોડ રોબોટ્સને દુ...
Aug 23, 2026
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહેસાણાના સુરેશ પટેલની હત્યા
અમેરિકામાં 19 વર્ષની દીકરીની નજર સામે મહ...
Aug 22, 2026
Trending NEWS
25 August, 2026
25 August, 2026
25 August, 2026
25 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026
24 August, 2026