Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

ટ્રમ્પની રશિયાને અંતિમ ચેતવણી: યુક્રેન પર હુમલા રોકો, નહીંતર નવા પ્રતિબંધો લગાવીશું

July 29, 2025

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્કોટલૅન્ડમાં બ્રિટનના વડાપ્રધાન સ્ટાર્મર સાથે મુલાકાત કરી, આ દરમિયાન તેમણે રશિયાને કડક ચેતવણી પણ આપી છે. આ બેઠકમાં ટ્રમ્પે કહ્યું કે, જો રશિયા બે અઠવાડિયાથી ઓછા સમયમાં યુક્રેન પરના હુમલા બંધ નહીં કરે, તો તેને નવા પ્રતિબંધો અને ટેરિફનો સામનો કરવો પડશે. ટ્રમ્પે અગાઉ મોસ્કોને 50 દિવસની સમયમર્યાદા આપી હતી. જોકે, 28 જુલાઈના રોજ ટ્રમ્પે કહ્યું કે, 'અમને કોઈ પ્રગતિ થતી દેખાતી નથી, આથી હું આજથી લગભગ 10 કે 12 દિવસની નવી સમયમર્યાદા નક્કી કરવા જઈ રહ્યો છું. રાહ જોવાનો કોઈ અર્થ નથી.' ડોનાલ્ડ ટ્રમ્પ 28 જુલાઈ, 2025ના રોજ પોતાના ચાર દિવસના ખાનગી પ્રવાસે સ્કોટલૅન્ડના ટર્નબેરી ગોલ્ફ રિસોર્ટમાં હતા. આ પ્રવાસ અનૌપચારિક હતો, પરંતુ એક પત્રકારે લંડન જવા વિશે પૂછતાં ટ્રમ્પે કહ્યું કે, 'હા, હું લંડન જરૂર જઈશ, પણ હું તમારા મેયરનો પ્રશંસક નથી. તે ઘટિયા માણસ છે.' તેમના આ નિવેદનથી તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. લંડનના મેયર સાદિક ખાને આ મામલે હાલ કોઈ વ્યક્તિગત રીતે પ્રતિક્રિયા નથી આપી, પરંતુ તેમના પ્રવક્તા અને સહયોગીઓએ ટ્રમ્પની આકરી ટીકા કરી. પ્રવક્તાએ કહ્યું કે, 'સાદિક ખુશ છે કે ટ્રમ્પ લંડન આવવા માંગે છે. તેમને લંડનની વિવિધતા અને સંસ્કૃતિમાંથી શીખવા મળશે.' સાદિક ખાનના નજીકના સાથીઓએ એમ પણ કહ્યું કે, ટ્રમ્પ 2020ની ચૂંટણી હારી ગયા છે, જ્યારે સાદિક ખાને ત્રણ વખત મેયરની ચૂંટણી જીતી છે.'