ટ્રમ્પના ટેરિફ બોમ્બથી ગુજરાતના ઉદ્યોગોને ઝટકો, 80,000 કરોડ ઉપરાંતની એક્સપોર્ટને અસર થશે
April 05, 2025
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટૂમ્પે ટેરિફ બોમ્બ ફોડીને ભારત પર 26% ટેરિફ ઝીંક્યો છે. જેના કારણે ગુજરાતના ઉદ્યોગો દ્વારા અમેરિકામાં થતી 80,000 કરોડ રુપિયા ઉપરાંતની નિકાસને પણ આ ટેરિફની અસર થશે. સ્વાભાવિક છે કે, ટેરિફના કારણે અમેરિકામાં આ વસ્તુઓ મોઘી થશે.
મળતી વિગતો પ્રમાણે ગુજરાતમાંથી અલગ અલગ દેશોમાં 2000 કરતા વધારે પ્રોડ્કટસની અલગ અલગ દેશોમાં રુપિયા 11 લાખ કરોડની નિકાસ કરવામાં આવે છે.
આ પૈકીની 10% નિકાસ અમેરિકામાં થાય છે. ગુજરાતના વિવિધ બંદરો પરથી જે પ્રોડ્કટસની અમેરિકામાં નિકાસ થાય છે તેમાં સૌથી વધારે પ્રોડક્ટસનું ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રિઝની પ્રોડકટસ એટલે કે દવાઓ આવે છે. ત્રીજા ક્રમે ડાયમંડ છે.
અમેરિકન પ્રમુખે કરેલી જાહેરાત પ્રમાણે ફાર્માસ્યુટિકલ્સ, સેમિ કન્ડકટર્સ, કોપર અને એનર્જી પ્રોડ્કટસ પર 0% અને બાકીની પ્રોડક્ટ્સ પર 27% ટેરિફ લાગશે. તેના કારણે ગુજરાતમાંથી સૌથી વધારે નિકાસ થતી પેટ્રોકેમિકલ પ્રોડક્ટ પર અને ફાર્માસ્યુટિકલ પ્રોડકટસ ટેરિફમાંથી અત્યારે બાકાત રહી શકી છે. બાકીની મોટાભાગની પ્રોડક્ટ્સને 27% ટેરિફનો આંચકો સહન કરવાનો વારો આવશે.
2024-25ના નાણાકીય વર્ષમાં એપ્રિલથી જાન્યુઆરી સુધીમાં ગુજરાતના વિવિધ પોર્ટ પરથી 25,500 કરોડ રૂપિયાની પેટ્રોકેમિકલ અને 10,000 કરોડ રૂપિયાની ફાર્મા પ્રોડક્ટ્સ અમેરિકામાં એક્સપોર્ટ થઈ ચૂકી છે. આ સમયગાળા દરમિયાન ગુજરાતમાંથી થયેલી નિકાસનો આંકડો 1.12 લાખ કરોડ રૂપિયા જેટલો થવા જાય છે.
Related Articles
ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 15થી વધુ જિલ્લામાં એલર્ટ
ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની...
Jul 04, 2026
કડીમાં 8 ઇંચ વરસાદ, વલસાડમાં બે કલાકમાં 6.10 ઈંચ ખાબકતાં જળબંબાકાર
કડીમાં 8 ઇંચ વરસાદ, વલસાડમાં બે કલાકમાં...
Jul 03, 2026
ગુજરાતમાં 2 જિલ્લામાં રેડ તો 10માં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
ગુજરાતમાં 2 જિલ્લામાં રેડ તો 10માં ભારે...
Jul 02, 2026
સુરત નાસીર નગર મેગા ડિમોલિશન કેસમાં 5 અધિકારી સસ્પેન્ડ, મનપાનું કાલે હાઈકોર્ટમાં સોગંદનામું
સુરત નાસીર નગર મેગા ડિમોલિશન કેસમાં 5 અધ...
Jul 01, 2026
વાપીમાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર, અંડરપાસ બંધ થતાં વાહનવ્યવહાર ખોરવાયો
વાપીમાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબકતાં...
Jul 01, 2026
2 કલાકમાં 27 તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, સૌથી વધુ વાપીમાં 4.13 ઈંચ ખાબક્યો
2 કલાકમાં 27 તાલુકામાં મેઘરાજાની ધમાકેદા...
Jul 01, 2026
Trending NEWS
02 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026
01 July, 2026